કવિતા, કેજરીવાલ, કોનમેન પાપ કર્મો કોઇનેે છોડતાં નથી
- એક કૌભાંડીનો બીજા કૌભાંડીને પત્ર
- સુકેશ ચંન્દ્રશેખર અને કે. કવિતા
- પ્રસંગપટ
-સુકેશને હવે બહ્મજ્ઞાન લાધ્યું છે કે આપણાં કર્મ ફરતાં ફરતાં પાછાં આવે છે પોતાનો હિસાબ વસૂલ કરે છે
મહા કૈાભાંડી સુકેશ ચન્દ્રશેખર તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની દીકરી કે. કવિતાને 'વેલકમ ટુ તિહાર જેેલ' કહે ત્યારે સૌની નજર આ સ્વાગત સંદેશ તરફ જાય તે સ્વાભાવિક છે. સુકેશ કહે છે કે કવિતાનો ભ્રષ્ટાચાર સાબિત કરવા માટે પૂરતા પૂરાવાઓ છે. સુકેશે કવિતાને સંબોધીને લખેલા પત્રમાં લખ્યું છે કે સત્ય હંમેશા બહાર આવે છે. મારા પર લાગેલા આરોપો ખોટા છે. મારી સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે. મને રાજકીય કિન્નાખોરીનો શિકાર બનાવવામાં આવ્યો છે વગેરે. બચાવના મુદ્દા ખોટા સાબિત થયા છે કેમ કે સત્યને બહાર આવવું હતું. સુકેશ પાછો ઉપદેશકની અદાથી લખે છે કે આપણાં કર્મ ફરતાં ફરતાં પાછાં આવે છે અને હિસાબ વસૂલ કરે છે.
સુકેશ ચંન્દ્રશેખર એક મહામાયા છે. કોનમેન તરીકે કુખ્યાત સુકેશ ૨૦૦ કરોડ રૂપિયાની ગોબાચારીના કેસમાં હાલ જેલમાં છે અને હવે કવિતાને 'વેલકમ ટુ તિહાર જેલ' કહી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) દિલ્હી શરાબ કૌભાંડમાં કવિતાની ધરપકડ કરી તેના બીજા દિવસે સુકેશે કહ્યું હતું કે કવિતા સામે સત્તાવાળાઓ પાસે અનેક પુરાવા હશે અને પછી જ એની ધરપકડ કરી હશે. ઇડીના આરોપ અનુસાર કે કવિતાએ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ્ને મનીષ સિસોદીયાને ૧૦૦ કરોડ ચૂકવ્યા છે. સુકેશે પત્રમાં એમ પણ લખ્યું છે કે કવિતાની ધરપકડથી કૌભાંડનો આખો દાબડો ખૂલશે જે ખળભળાટ મચાવી શકે છે. સુકેશના આરોપ અનુસાર એમ કહી શકાય કે એ અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની સાથે સંડોવાયેલો હશે ને તેમની ભ્રષ્ટાચાર આચરવાના રીતિરિવાજથી માહિતગાર હશે.
તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની ૪૬ વર્ષના દીકરી કવિતાએ જે રીતે ઈડીના અધિકારીઓને ૧૦૦ કરોડ રૂપિયા આપ્યાનું સ્ટેટેમેન્ટ આપ્યું છે તે જોતાં લાગે છે કે આમ આદમી પાર્ટીના વડા ્અરવિંદ કેજરીવાસ ફરતો ગાળીયો ચુસ્ત થવાનો છે. અહીં કૌભાંડી સુકેશ ચંન્દ્રશેખરે કવિતાની ધરપકડ બાદ કર્મના સિદ્ધાંતની વાત કરી છે ત્યારથી તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ગુનેગારો અને ભષ્ટાચારીઓ ખોટું કરતી વખતે ક્યારેય ડરતા નથી. કોઇ પણ ખોટું કામ કરતાં ચેતવું, કેમ કે ભગવાન ઉપરથી બધુંજ જુએ છે - આવા ઉપદેશોને બાળવાર્તામાં ખપાવી દેવાય છે.
ભ્રષ્ટાચાર કરનારાઓનું નેટવર્ક ખૂબ પાવરફુલ હોવાનું. તેઓ કરોડોની રકમનો બે-નંબરી વ્યવહાર કરે છે. આ પૈસા ક્યાંથી આવ્યા, કોણે તેનો વ્યવહાર કર્યો ને તે કોનાં ખાતામાં ગયા આ બધી વિગતોની ગંધ સુદ્ધાં તેઓ આવવા દેતા નથી.
બદનામ ગુનેગારો, એમાંય ખાસ કરીને ૨૦૦ કરોડના એક્સટોર્શન કેસનો માસ્ટરમાઇન્ડ સુકેશ ચન્દ્રશેખર જ્યારે કર્મના સિદ્ધાંતની મોટી મોટી વાતો કરે ત્યારે આશ્ચર્ય પણ થાય અને ક્રોધ પણ ચડે. સુેકેશે કવિતાને મોટી બહેન કહીને સંબોધી છે અને લખ્યું છે કે તમે એમ માનતાં હતાં કે તમને કોઇ સ્પર્શી નહીં શકે (એેટલે કે કોઈ તમારી ધરપકડના નહીં કરી શકે), પરંતુ આ નવું ભારત છે. હવે કાયદો કોઇની શેહ શરમમાં આવતો નથી. તમે અને તમારા પક્ષે લોકોના પૈસા લૂંટીને સિંગાપુર, હોંગકોંગ અને જર્મનીમાં રોક્યા છે તેની વિગતો પણ બહાર આવશે...
જેલમાં બેઠાં બેઠાં ઘણા ગુનેગારો 'આત્મદર્શન' કરતા હોય છે. એક જમાનામાં ગાંધીજી, નેહરુજી જેવા મહાનુભાવો જેલમાં આત્મમંથન પણ કરતા અને સર્જનાત્મક કામો પણ કરતા. તેઓ તો સત્ત્વશીલ માણસો હતા. સુકેશ જેવા ગઠિયાઓ ધર્મના પાખંડ કરે ત્યારે તેમની માત્ર અવગણના કરવી પડે.
જ્યારે કોઇ મોટું માથું પકડાય ત્યારે કર્મના સિદ્ધાંતમાં માનતા સામાન્ય માનવીઓ મનોમન મલકાતા હોય છે. અમારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે તેવું માનતા આ લોકો કાયદાને ખિસ્સામાં લઇને ફરતા હોય છે. અથવા કમસે કમ તેઓ એવું માનતા હોય છે. નિર્દોષ માણસોને પરેશાન કરતા આ લોકો અચાનક નિષ્ફળતાની ખીણમાં ધકેલાઇ જાય ત્યારે કર્મનો ક્રમ યાદ આવે છે. બાકી કર્મના સિદ્ધાંતને સરળતાથી સમજવા માટે હીરાભાઇ ઠક્કરનું પુસ્તક વાંચવા જેવું છે. સંચિત કર્મ મહત્ત્વનાં છે છતાં લોકો રોજીંદા ધોરણે ખોટું કરતા ખચકાતા નથી. આમ કરીને તે પોતાના માટે વહેલે મોડે દુખને ખેંચી લાવે છે. જૂઠનું આયુષ્ય લાંબું હોતું નથી. અસત્ય ફરતું ફરતું આપણી સામે આવીને હિસાબ માગે જ છે. વગદાર લોકો કાયદાની છટકબારીથી છૂટી જવાની કોશિશ કરે છે, તો કેટલાક પૈસાનું જોર અજમાવે છે. પરંતુ વહેલું મોડું પાપ કર્મ ભોગવવાનું આવે છે.