વિશ્વભરના ઇવી ઉત્પાદકોને ભારતમાં લાવવા લાલ જાજમ
- ભારત ઇલેક્ટ્રિક વેહિકલનું વૈશ્વિક હબ બનવા માગે છે
- પ્રસંગપટ
- પાંચ વર્ષ પછી પેટ્રેાલ-ડિઝલથી ચાલતાં વાહનો આપણા રસ્તાઓ પર બહુ ઓછાં જોવા મળશે
ભારતે વૈશ્વિક તખ્તા પર ઇલેક્ટ્રિક વેહિકલ બનાવતી કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી રહી છે. જે કંપની ૫૦૦ મિલિયન ડોલર (અંદાજે ૪,૧૫૦ કરોડ રૂપિયા) રોકીને ત્રણ વર્ષમાં પ્લાન્ટ ઊભો કરી શકે તેવી કંપનીઓ માટે વિશેષ રાહતો જાહેરાત કરવામાં આવે છે. આમાં કસ્ટમ ડયુટીમાં રાહતનો સમાવેશ થાય છે. ઇલોન મસ્ક છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં પ્રવેશવા માગે છે, પરંતુ તેમની માંગણી પ્રમાણેની કસ્ટમ ડયુટી સાથે ભારત સરકાર સંમત થતી નહોતી. ભારત સરકાર જે નવી પોલિસી હેઠળ આગળ વધી રહી છે તેના કારણે ચીનના ઇવી ઉત્પાદકો માટે પણ તક ઊભી થઈ છે. આ ઇવી ઉત્પાદકોને કસ્ટમ ડયુટીમાં રાહત જોઇતી હશે તો તેમણે ત્રણ વર્ષમાં પ્લાન્ટ ઊભોે કરવો પડશે અને પાંચમાં વર્ષે ઉત્પાદન શરૂ કરવું પડશે.
ઇલેક્ટ્રિક વેહિકલ સાથે સંકળાયેલા વિશ્વભરના નાનાં મોટાં ઇક્વિપમેન્ટના ઉત્પાદકો સીધાજ ભારત સાથે સંબંધાઈ શકશે. આ નવી નીતિ હેઠળ ભારતની સરહદને સ્પર્શીને આવેલા દેશની કંપનીઓએ ભારત સરકારની વિશેષ મંજૂરી લેવી પડશે. આ દેશો એટલે ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન,નેપાલ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન. ઇલેાન મસ્કે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી માટે બહુ આગ્રહ કર્યા બાદ નવી નીતિ માટે વિચારણા થઈ હોવાનું મનાય છે.
ભારતની ઇવી પોલિસીના કેન્દ્રમાં ટેક્સની રાહત છે. તેના કારણેે વિદેશી રોકાણો આવશે ને ટેસ્લા જેવી ઇલેક્ટ્રિક કાર ભારતના રસ્તાઓ પર દોડવા લાગશે. અગાઉ નોંધ્યું ેતેમ, ઓછામાં ઓછા ૪૧૫૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે જે-તે કંપની ભારતમાં ઇવીનું ઉત્પાદન કરી શકાશે.
જો વિદેશની કંપનીઓ ભારતમાં આવવામાં રસ લેશે તો ભારત ઇવી ટેકનોલોજીનું હબ બની શકે છે. એશિયાના દેશોમાં ઇવીને ઉત્પાદન માટે વિદેશી રોકાણને લઈને ઉત્સાહ જોઈને ભારતે નવી નીતિ તૈયાર કરી છે. ઇવીના સ્થાનિક ઉત્પાદકોને વિદેશી રોકાણ મળી રહે તે હેતુ પણ નવી નીતિથી સિદ્ધ થઇ શકે છે.
સરકારે ઇવી માટે ઘડેલી નવી નીતિનો એક ઉદ્દેશ માત્ર ઇલોન મસ્કની ટેસ્લા કંપનીને નહીં, પણ દુનિયાભરની ઇવી કંપનીઓને ને આકર્ષવાનો છે. મુખ્ય આશય તો ઇવી ક્ષેત્રેે આત્મનિર્ભર થવાનો છે. ઇવી માટે ટેેક્સમાં રાહત આપવાનો વિરોધ સ્વાભાવિક રીતે જ દેશની મોટી ઓટો કંપનીઆએેેે કર્યો છે. ટાટા મોટર્સ, મહેન્દ્ર એન્ડ મહેન્દ્રએ જણાવ્યું હતું કે ઇવી ક્ષેત્રને શરૂઆતના સમયમાં રાહત આપી શકાય, પરંતુ કાયમી ધોરણે રાહત ન આપવી જોઇએ. સ્પષ્ટ છે કે વિદેશની ઇવી કંપનીઓ સાથે સ્થાનિક ઓટોમોબાઇલ કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા ઊભી થવાની છે.
ઇલોન મસ્ક સાથે સરકારે બેઠક કરી ત્યારે ૪૦,૦૦૦ અમેરિકી ડોલરથી નીચેના ભાવવાળી કાર પર ૭૦ ટકા ડયુટી અને તેનાથી વધુ કિંમતની કાર પર ૧૦૦ ટકા ડયુટી હોવી જોઈએ કે કેમ તે ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો. જોકે ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત પોતાની નીતિને વળગી રહેશે અને ટેસ્લાના પ્રભાવમાં આવી નહીં જાય. તેમણે કહ્યું હતું કે ભારતની નીતિઓ કોઇના દબાણ હેઠળ બનતી નથી. ભારતનો મૂળ હેતુ વિશ્વભરના ઇવી ઉત્પાદકોને ભારત લાવવાનો છે અને તે માટે વિશેષ સવલતો આપવાનો છે, જેના પગલે ભારતના અર્થિક તંત્રને વેગ મળશે.
અહીં બે મુદ્દા મહત્ત્વના છે. એક તો, ૬,૪૮૪ કરોડથી વધુ રાહત રાહત આપવામાં નહીં આવે અને બીજું, રોકાણ નિશ્ચિત હોવું જોઈએ. ટૂંકમાં સમજીએ તો, કોઇ કંપની ૩૫,૦૦૦ ડોલરની કાર બનાવે અને ૫૦૦ મિલિયન ડોલરના રોકાણની ખાત્રી આપે તો તે પાંચ વર્ષમાં ૨૫,૯૭૪ કાર બનાવી શકશે. જો આ કંપની રોકાણ વધારીને ૭૮૧ મિલિયન ડોલર પર લઇ જાય તો તે ૪૦,૫૮૨ કાર બનાવી શકશે. વધુમાં વધુ વર્ષે ૮,૦૦૦ કાર બનાવવાની મર્યાદા રખાઇ છે.
ઇલેક્ટ્રિક વેહિકલ ક્ષેત્રનો પ્લાન તૈયાર કરીને ભારત વિશ્વનું ઇવી હબ બનવા મંાગે છે. પાંચ વર્ષ પછી આપણા રસ્તાઓ પર પેટ્રેાલ-ડિઝલથી ચાલતાં વાહનો બહુ ઓછાં જોવા મળશે.