mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વિન્ડ,સોલાર,ગ્રીન અને ન્યુર્લીયર એનર્જી પર મદાર

Updated: Apr 1st, 2024

વિન્ડ,સોલાર,ગ્રીન અને ન્યુર્લીયર એનર્જી પર મદાર 1 - image


- પ્રસંગપટ

- યુરેનીયમની બજારમાં હાલ શોર્ટ સપ્લાય 

- પ્રદૂષણ ઘટાડવું હોય તો ન્યુકલીયર પાવર અત્યંત આવશ્યક હોવાનું વિવિધ દેશોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું 

દેશમાં તથા વૈશ્વિક સ્તરે વૈકલ્પીક એનર્જીમાં વિવિધ ક્ષેત્રોનો વ્યાપ વધી રહ્યો છે. પવન ઊર્જા (વિન્ડ એનર્જી) તથા સોલાર એનર્જી પછી હવે ગ્રીન એનર્જીમાં હાઈડ્રોજનનું નામ પણ જોડાયું છે ત્યારે  ન્યુકલીયર એનર્જીમાં યુરેનીયમનું નામ સૌથી મોખરે લેવાતું થયું છે. વિશ્વ બજારના ખેલાડીઓના જણાવ્યા મુજબ વૈશ્વિક યુરેનીયમની બજારમાં હાલ શોર્ટ સપ્લાય જેવી સ્થિતિ પ્રવર્તતી જોવા મળી છે. થોડાં વર્ષ અગાઉથી સરખામણી કરીએ તો હાલ યુરેનીયમની બજાર સપ્લાયના સંદર્ભમાં વધુ ટાઈટ જણાઈ રહી છે. યુરેનીયમના બજાર ભાવ પણ ઉંચા ગયા છે. ૨૦૧૮ અગાઉના વર્ષોમાં વૈશ્વિક સ્તરે યુરેનીયમમાં માગ ઓછી અને સપ્લાય વધુ જેવી સ્થિતિ પ્રવર્તતી હતી પરંતુ ત્યારબાદ સિનારીયો બદલાતો જોવા મળ્યો છે તથા હવે યુરેનીયમમાં માગ વધુ અને તેની સરખામણીએ સપ્લાય ઓછી જેવી પરિસ્થિતિ જોવા મળી છે. માર્જીન કોસ્ટ ઓફ પ્રોડકશનના પગલે વિશ્વ બજારમાં યુરેનીયમના ઉત્પાદનમાં તાજેતરના વર્ષોમાં પીછેહટ જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ફુકુશીમા   પછી યુરેનીયમનો સ્ટોક વધતો રહ્યો હતો. જો કે ત્યારબાદ યુરેનીયમનાં સ્ટોકમાં પીછેહટ શરૂ થઈ હતી તથા યુરેનીયમના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. તથા યુરેનીયમની માગ પણ આ ગાળામાં વધતી જોવા મળી હતી. હવે યુરેનીયમના ઉત્પાદકો માટે આગામી ભવિષ્ય ઉજળું જણાઈ રહ્યું છે.

દુબઈમાં ગયા વર્ષે યુનાઈટેડ નેશન્સની કલાઈમેટ ચેન્જ પરિષદ મળી હતી. આ વખતે એ વાત સ્પષ્ટ બની હતી કે મોટાભાગના વિકસીત દેશો તથા ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતી કરનારા દેશો ફોસ્સીલ ફયુઅલનો વપરાશ ઘટાડી દેવા કટીબદ્ધ બન્યા છે. આવા ફોસ્સીલ ફયુઅલના વપરાશથી હવામાનમાં પ્રદુષણ વધતું હોય છે તથા આવું પ્રદુષણ ઘટાડવા આવા ફોસ્સીલ ફયુઅલનો વપરાશ ઘટાડવા આ દેશો કટીબદ્ધ બન્યાના વાવડ મળ્યા હતા. આવા ૨૨ દેશોએ ૨૦૫૦ સુધીમાં ન્યુકલીયર ક્ષમતા (કેપેસીટી) વધારી ત્રણ ગણી કરવાનો નિર્ણય આ પરિષદમાં કર્યો હતો. પ્રદૂષણ ઘટાડવું હોય તો ન્યુકલીયર પાવર અત્યંત આવશ્યક હોવાનું આ દેશોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. આમ થશે તો કલીન એનર્જીનો   વ્યાપ વધારી શકાશે  એવું સૂત્રોએ જણાવ્યું હતું. ન્યુ કલીયર બજારમાં ૨૦૨૩માં ખાસ્સો ગરમાટો જોવા મળ્યો હતો અને ૨૦૨૪નો આરંભ પણ તેજીમય રહ્યો હતો. ન્યુકલીયર એનર્જીના પગલે વિજળીના થતા ઉત્પાદનમાં ગ્રીન હાઉસ ગેસીસનું એમીસન થતું નથી અને તેના કારણે આવી એનર્જીનું મહત્ત્વ વધતું જોવા મળ્યું છે. વિશ્વ બજારમાં યુરેનીયમની બજારમાં સતત ૧૦ મહિના તેજીની આગેકૂચ જોવા મળ્યા પછી જો કે તાજેતરમાં આશરે દોઢ મહિનાના ગાળામાં યુરેનીયમના ભાવમાં ઉંચા મથાળેથી આશરે ૨૧થી ૨૨ ટકાનો પ્રત્યાઘાતી ઘટાડો પણ જોવા મળ્યો છે .જોકે પ્રત્યાઘાતી ઘટાડાના પગલે યુરેનીયમની બજાર હવે વધુ તંદુરસ્ત બની છે અને હવે આગળ ઉપર બજારમાં ફરી ઉંચે જવાની શક્યતા બજારના એનાલીસ્ટો બતાવી રહ્યા હતા. ન્યુકલીયર ફયુએલ યુરેનીયમ હકીકતમાં લાંબી રેસનો ઘોડો છે તથા આ ઘોડો હવે ગતી પકડી રહ્યો છે. ન્યુ કલીયર ઈન્ડસ્ટ્રી રિસર્ચ સંસ્થા યુએકસ્સીના સૂત્રોના  જણાવ્યા મુજબ આગામી સમયમાં માગમાં ખાસ્સી વૃદ્ધી થવાની શક્યતા છે તથા આ ગાળામાં સપ્લાય સાઈડ કેવી રહે છે તેના પર બજારની ચાલનો આધાર રહ્યો છે. વિશ્વ બજારમાં યુરેનીયમના ભાવ આ વર્ષે ફેબુ્રઆરીમાં ઉછળી ઉંચામાં ૧૬ વર્ષની ટોચે પહોંચ્યા હતા અને ત્યારબાદ અત્યાર સુધીના ગાળામાં ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડા વચ્ચે તાજેતરમાં ભાવ રતલદીઠ ૮૮થી ૮૯ ડોલર વચ્ચે ટ્રેડ થતાં જોવા મળ્યા હતા. ગયા વર્ષે યુરેનીયમના સરેરાશ ભાવ ૬૬થી ૬૭ ડોલર નોંધાયા હતા.  યુરેનીયમના ભાવમાં ૮૫ ડોલર આસપાસના ભાવ બોટમ  ભાવ મનાઈ રહ્યા હોવાનું બજારના એનાલીસ્ટો  જણાવી રહ્યા હતા. યુરેનીયમ માટે વિવિધ દેશોની માગ વધી રહી છે. યુરેનીયમનું ઉત્પાદન વિશેષરૂપે કેનેડા તથા કઝાકીસ્તાનમાં મુખ્યત્વે થાય છે તથા આ બે દેશોના યુરેનીયમ ઉત્પાદકોના જણાવ્યા મુજબ આગામી વર્ષોમાં યુરેનીયમનો પુરવઠો ઘટતો જોવા મળશે એવી ભીતિ જણાઈ રહી છે. કઝાકીસ્તાનના નંબર વન ઉત્પાદકના જણાવ્યા મુજબ ૨૦૩૦ સુધીમાં યુરેનીયમમાં સપ્લાય ડેફીસીટ વધી આશરે ૨૧૦ લાખ રતલ  થવાનીશક્યતા છે. તથા ૨૦૪૦ સુધીમાં  આવી ડેફીસીટ વધી ૧૪૭૦ લાખ રતલ થવાની શક્યતા છે.

Gujarat