Get The App

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ સોનું રૂ. 266 નરમ, ચાંદી રૂ. 3,200 તેજ

- સપ્તાહ દરમિયાન ટર્નઓવર ઊછળીને રૂ.1,42,811 કરોડના સ્તરે

Updated: May 25th, 2020

GS TEAM

Google News
Google News

પ્રસંગપટ

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ સોનું રૂ. 266 નરમ, ચાંદી રૂ. 3,200 તેજ 1 - image

- ક્રૂડ તેલમાં રૂ.૪૪૮નો ઉછાળોઃ નેચરલ ગેસ, કોટનમાં બેતરફી વધઘટ એલચીમાં નરમાઈનો માહોલઃ સીપીઓ, મેન્થા તેલમાં સુધારાનો સંચાર

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ  પર ૧૫થી ૨૧ મેના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં કુલ રૂ.૧,૪૨,૮૧૧.૦૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જે આગલા સપ્તાહે રૂ.૧,૧૦,૯૪૫.૩૨ કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૬નો ઘટાડો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ.૩,૨૦૦ વધી આવ્યા હતા. જોકે, ગોલ્ડ-ગિનીનો વાયદો વધીને બંધ થયો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.૪૪૮નો ઉછાળો હતો, જ્યારે નેચરલ ગેસમાં મિશ્ર રૂખ ભાવમાં રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૧,૪૬,૯૭૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર થયો હતો. એલચીમાં નરમાઈનો માહોલ હતો. કોટનમાં બેધારી ચાલ હતી, જ્યારે મેન્થા તેલમાં વૃદ્ધિ ભાવમાં થઈ હતી.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૭૧૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૭,૯૮૦ અને નીચામાં રૂ.૪૬,૨૪૧ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૬,૬૫૪ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨૬૬ (૦.૫૭ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૪૬,૩૮૮ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો મે વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૭૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦૮ (૦.૨૯ ટકા) વધી રૂ.૩૭,૮૪૦ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૮,૮૬૭ અને નીચામાં રૂ.૩૭,૬૫૭ બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો મે વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૬૮૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧ (૦.૨૩ ટકા) વધી બંધમાં રૂ.૪,૬૮૭ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪,૮૮૪ અને નીચામાં રૂ.૪,૬૭૮ બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૪૯૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૭,૯૬૫ અને નીચામાં રૂ.૪૬,૨૬૫ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૨૧૪ (૦.૪૬ ટકા)ની નરમાઈ સાથે બંધમાં રૂ.૪૬,૪૧૭ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં  ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૪૪,૪૯૯ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૪૯૯ અને નીચામાં રૂ.૪૪,૪૯૯ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૪,૧૩૫ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૩,૨૦૦ (૭.૨૫ ટકા) ઉછળી રૂ.૪૭,૩૩૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૪,૬૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૯૮૨ અને નીચામાં રૂ.૪૪,૬૦૦ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૪૪,૫૧૫ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૩,૨૧૧ (૭.૨૧ ટકા)ની ભાવવૃદ્ધિ સાથે રૂ.૪૭,૭૨૬ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૪,૬૧૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૯,૯૩૧ અને નીચામાં રૂ.૪૪,૬૧૦ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૩,૨૧૦ (૭.૨૦ ટકા) વધી બંધમાં રૂ.૪૭,૮૧૭ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ મે વાયદો કિલોદીઠ રૂ.૪૦૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯.૫૦ (૨.૩૬ ટકા) સુધરી રૂ.૪૧૧.૭૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો મે વાયદો કિલોદીઠ રૂ.૯૧૫.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૫.૯૦ (૨.૮૩ ટકા) વધી બંધમાં રૂ.૯૪૦.૫૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો મે વાયદો કિલોદીઠ રૂ.૧૩૦.૪૫ ખૂલી, સપ્તાહના અંતે ૧૫ પૈસા (૦.૧૨ ટકા) ઘટી રૂ.૧૩૦.૨૦, સીસું મે વાયદો રૂ.૧૩૦.૭૫ ખૂલી, સપ્તાહના અંતે ૬૦ પૈસા (૦.૪૬ ટકા) ઘટી રૂ.૧૩૦.૧૫ અને જસત મે વાયદો રૂ.૧૫૪.૬૦ ખૂલી, સપ્તાહના અંતે ૩૦ પૈસા (૦.૧૯ ટકા) ઘટી રૂ.૧૫૪.૭૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૨,૧૪૪ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨,૬૩૮ અને નીચામાં રૂ.૨,૧૩૫ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૪૪૮ (૨૧.૧૮ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૨,૫૬૩ના ભાવ થયા હતા, જ્યારે નેચરલ ગેસનો મે વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૨૯.૨૦ ખૂલી, સપ્તાહના અંતે ૨૦ પૈસા (૦.૧૬ ટકા) વધી રૂ.૧૨૮.૮૦ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૧૪૩.૧૦ અને નીચામાં રૂ.૧૨૫.૧૦ બોલાયો હતો. નેચરલ ગેસનો દૂર ડિલિવરીનો જુલાઈ વાયદો રૂ.૫.૮૦ (૩.૭૮ ટકા) ઘટી રૂ.૧૪૭.૭૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાઓમાં ગાંસડીદીઠ રૂ.૧૧૦થી રૂ.૩૬૦ની રેન્જમાં વધઘટ હતી. કોટનનો મે વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૫,૬૮૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૬,૨૩૦ અને નીચામાં રૂ.૧૫,૫૭૦ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૧૫,૬૭૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧૪૦ (૦.૮૯ ટકા)ના ભાવવધારા સાથે રૂ.૧૫,૮૧૦ના સ્તરે બંધ થયો હતો. કોટનનો દૂર ડિલિવરીનો ઓગસ્ટ વાયદો રૂ.૩૬૦ (૨.૧૬ ટકા) ઘટી બંધમાં રૂ.૧૬,૨૯૦ થયો હતો.

કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯૯૨ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૯૯૮ અને નીચામાં રૂ.૯૮૫ સુધી જઈ, આગલા સપ્તાહનાં રૂ.૯૮૫.૫૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧.૫૦ (૦.૧૫ ટકા) સુધરી રૂ.૯૮૭ના સ્તરે બંધ થયો હતો.


Tags :