Get The App

ફેર એન્ડ લવલીએ નામ બદલીને રંંગભેદનો વિરોધ કરી બતાવ્યો...

- શ્યામવર્ણી ચહરો કોઇ પણ ક્રીમથી ગોરો થઇ શકતો નથી

Updated: Jun 29th, 2020

GS TEAM

Google News
Google News

- રૂપાળા દેખાવાની લ્હાય માત્ર યુવતીઓમાં નથી પણ યુવાનોને પણ રૂપાળા બનવાની ચાનક જોઇને પુરુષો માટે પણ પ્રોડક્ટ મૂકી હતી..

ફેર એન્ડ લવલીએ નામ બદલીને રંંગભેદનો વિરોધ કરી બતાવ્યો... 1 - imageછેલ્લા ક્ટલાક દાયકાઓથી ફેર એન્ડ લવલી  બ્રાન્ડ દેશની યુવતીઓના મન પર રાજ કરતી આવી છે. ફેર એટલે ચમકતું, રૂપાળું એમ મનાય છે. રૂપાળા દેખાવાની લ્હાય માત્ર યુવતીઓમાં નથી પણ યુવાનોને પણ રૂપાળા બનવાની ચાનક જોઇને યુનિ લીવરે ૧૯૯૫માં પુરુષો માટે પણ પ્રોડક્ટ મુકી હતી. રૂપાળા દેખાવાના ક્રેઝનો લાભ ફેર એન્ડ લવલીએ ઉઠાવ્યો હતો. આવી પ્રોડક્ટ તેના નામ અને માર્કેટીંગ પર ચાલતી હોય છે. 

અમેરિકામાં રંગભેદના તોફાનો વિશ્વભરમાં તે પ્રસર્યા હતા. આ જોઇ ફેર એન્ડ લવલીનું નામ બદલવાની ફરજ પડી હતી. નાના મોટા સૌ ફેર એન્ડ લવલીથી પરિચિત હતા. શ્યામ વર્ણની યુવતીઓ ફેર એન્ડ લવલી સ્કીન ફેર કરે છે એવા ભ્રમમાં આજીવન રહેતી હતી. આ પ્રોડક્ટમાં વિટામીન બી-૩ હોઇ તે માત્ર સ્કીન ટોનિક  તરીકે કામ કરે છે. 

૧૯૭૩ માં આ પ્રોડક્ટ શરૂ કરાઇ ત્યારે તેનું મુખ્ય તત્વ-ઇન્ગ્રેડીયન્ટ નિયાસિનેમાઇડ હતું.  હિન્દુસ્તાન લીવર (હવે હિન્દુસ્તાન યુનિ લીવર) યુવતીઓની તેમજ સમાજમાં ફેરનેસની બોલબાલાની નાડ માર્કેટીંગવાળા પારખી ગયા હતા. ફેરનેસ ક્રીમના માર્કેટમાં ૬૦ ટકા જેટલો હિસ્સો ફેર એન્ડ લવલીનો બની ગયો છે. માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર દક્ષિણ એશિયામાં યુવતીઓ નાની ઉંમરથીજ ગોરા-રૂપાળા બનવાની લતે ચઢી જતી હતી. માર્કેટીંગના પગલે તેમજ સમાજમાં રૂપાળા ચહેરાના વધતા પ્રભાવના કારણે ફેરનેસ ક્રીમની ડિમાન્ડ ઉભી થઇ હતી.અહીં એ પણ ભૂલવું ના જોઇએ કે લગ્ન વાંચ્છુ યુવાનો પણ ફેર છોકરીઓ પસંદ કરતા હોઇ ફેરનેસ માટે યુવતીઓ પ્રયાસ કર્યા કરતી  હતી.

જ્યારે ફેરનેસ ક્રીમ નહોતા શોધાયા ત્યારે હળદર-મધનો ઉપયોગ કરાતો હતો. જેનો લેપ ફેસ પર લગાવાતો હતો.  ચણાના લોટનો પણ ઉપયોગ થતો આવ્યો છે. ફેર એન્ડ લવલીની સફળતા જોઇને અન્ય ફેરનેસ માર્કેટમાં આવી ગયા છે. જેમાં મુખ્યત્વે લો રેલ અને પ્રોક્ટેર એન્ડ ગેમ્બલરની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ સિવાય અનેક ફેસ પેક ઘરેલું ઉપચારો વગેરેનો પણ ઉપયોગ થઇ રહ્યો છે. આજે પણ ઘણા ઘરોમાં સાબુના બદલે હળદર-મધનું નિશ્રણ વપરાય છે.

શ્યામવર્ણી ચહેરો કોઇ પણ ક્રીમથી ગોરો થઇ શકતો નથી. પરંતુ લોકોની સાયકોલોજી સાથે મોર્કેટીંગવાળા રમત રમતા હોય છે. 

જેમકે કોઇ છોકરીને નોકરી ના મળતી હોય તો તેને હાથમાં ફેર એન્ડ લવલી પકડાવી દેવાતી હતી. સંદેશો એવો જતો હતો કે ફેર છોકરીઓને નોકરી આસાનીથી મળે છે.  આવી વાત જ્યારે જુહી ચાવલા જેવી હિરોઇનોના મોંઢે સાંભળવા મળે ત્યારે લોકો એ પ્રોડક્ટ ખરીદવા તૈયાર થઇ જાય છે. દાયકાઓથી (૧૯૭૫થી) ફેર એન્ડ લવલીએ માર્કેટ કબજે કર્યું હતું. 

માત્ર માર્કેટીંગ પર ચાલતી આવી પ્રેાડક્ટ વારંવાર પોતાના બ્રાન્ડ એમ્બેસેડોર બદલીને માર્કેટને મજબૂત બનાવ્યા કરે છે. ફેર એન્ડ લવલીએ પોતાની અન્ય બ્રાન્ડ પણ એપ્રૂવ કરાવી હતી જેમકે ઓલવેઝ લવલી, કેર એન્ડ લવલી, આઇ લવ લવલી, આઇ એમ લવલી વગેરે..વગેરે. 

ફેર એન્ડ લવલીથી કોઇનો શ્યામ વર્ણ ગોરો થયો નથી કે થવાનો નથી તે કદાચ ક્લીન્ઝીંગનું કામ કરી શકે છે. ૨૦૧૪માં મીસ અમેરિકા બનેલી ઇન્ડીયન અમેરિકન નઇના દવલુરાઇએ કહ્યું છે કે ફેર એન્ડ લવલી પોતાની બ્રાન્ડ બદલે તે સૌથી મોટી જીત કહી શકાય. ટ્વીટર તેમજ સોશ્યલ નેટવર્કે લખ્યું છે કે ફેર એન્ડ લવલીએ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં ઘણું મોડું કરી નાખ્યું છે. ગયા મહિનેજ જોન્શન એન્ડ જોન્શને તેની સ્કીન વ્હાઇટનીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

આટલું વાંચ્યા પછી કોઇના પણ મનમાં એ વિચાર આવે કે જો ફેર એન્ડ લવલીથી ચહેરો રૂપાળો નહોતો થતો તો પછી ૧૯૭૫થી આ કંપનીએ તેનો વપરાશ કરનારા સાથે સીધી છેતરપીંડી કરી હોવાનું કહી શકાય. કંપની પાસે એવી દલીલ તૈયાર છે કે વિટામીન બી-૩ ચહેરાની ચમક વધારી શકે છે. જો કે ચહેરો ગોરો કરવાની વાત અને ચમકને કોઇ સંબંધ નથી.

ફેર એન્ડ લવલી નામ બદલીને જે નવા નામથી માર્કેટીંગ કરશે તે બ્રાન્ડનો થીમ હશે ગ્લો એન્ડ લવલી. ફેરની જગ્યાએ ક્યો શબ્દ ફીટ થશે તે માટે અનેકવાર બ્રેન સ્ટેાર્મીંગ કરાયું હતું. આમ તે ફેરની જગ્યાએ ગ્લો નામ મુકાયું છે. રંગભેદ દુર કરવાની મુવમેન્ટ સાથે સંકળાયેલાઓએ યુનિલિવરના આ સ્ટેપને પોઝીટીવ મુવ સાથે સરખાવ્યું છે.

Tags :