એકાંતનો લાભ લઈ દૂધ વિક્રેતાને ડરાવી ધમકાવી લૂંટી લેવાયો
જામનગરના ગાયત્રી નગરનો બનાવ
અજાણ્યા એક્ટિવા ચાલક સામે ફરિયાદ
જામનગર: જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાં દૂધ વેચવા નીકળેલા એક દૂધ વિર્ક્તાને એકટિવા સ્કૂટર પર આવેલા એક અજાણ્યા શખ્સે ડરાવી ધમકાવી તેના પર્ષ માંથી રૂપિયા ૫,૨૦૦ ની રોકડની લૂંટ ચલાવ્યા નો મામલો સામે આવતાં ભારેચાર જાગી છે.
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતાં મનોજભાઈ ગોપાલભાઈ રૂપારેલ નામના વેપારીનો પુત્ર નમન કે જે ગઈ રાત્રે ગાયત્રી નગર શેરી નંબર ત્રણમાં ગ્રાહકોને દૂધ આપવા માટે ગયો હતો.
દરમિયાન ત્યાં ઉભેલા એક એકટીવા ચાલકે એકલતા નો લાભ લઈને તેને રાત્રે આંતરી લીધો હતો, અને ડરાવી ધમકાવી તેના પેન્ટના ખીસ્સામાં રહેલા પાકીટમાંથી ગ્રાહકોના દૂધની રકમ ૫,૨૦૦ ની લૂંટ ચલાવી ત્યાંથી ભાગી છુટયો હતો.
આ બનાવ અંગે નમન રૂપારેલે પોતાના ઘેર જઈ ને સમગ્ર બનાવની વાત કરતાં તેના પિતા મનોજભાઈ રૂપારેલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા, અને પોતાના પૂત્રને ડરાવી ધમકાવી રોકડ રકમની લુંટ ચલાવવા અંગે સફેદ કલરના એકટીવા સ્કૂટર ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં સ્કૂટરના નંબરના પહેલા ત્રણ આંકડામાં પોલીસને આપ્યા હતા. જે નંબરના આધારે પોલીસ દ્વારા લુટારૂ શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.