Get The App

ડે.કલેક્ટરનાં નામનો બોગસ ઓર્ડર કરનારા ભેજાંબાજની ધરપકડ

Updated: Mar 23rd, 2023

GS TEAM


Google News
Google News
ડે.કલેક્ટરનાં નામનો બોગસ ઓર્ડર કરનારા ભેજાંબાજની ધરપકડ 1 - image


પોરબંદરમાં જમીન રિ-ગ્રાન્ટ કરવા કન્સલ્ટન્સી ધરાવતા શખ્સનું કારસ્તાન : ટયુશન ક્લાસ ધરાવતા યુવાન પાસેથી રૂા. 3.15 લાખ પડાવી લઈ કોઈ કાર્યવાહી ન કરી, ઉપરથી પત્રકાર હોવાની ધમકી આપી

પોરબંદર, : પોરબંદરમાં જમીન બાબતે કન્સલટન્સી ચલાવતા એક યુવાને વિસાવાડાના વતની અને પોરબંદરમાં ટયુશન કલાસ ધરાવતા યુવાન પાસે જમીન રિગ્રાન્ટ કરવાના નામે રૂા. 3.15 લાખ પડાવી લીધા બાદ છેતરપિંડી આચરી પોરબંદરના ડે.કલેકટરના નામે બોગસ રિ-ગ્રાન્ટ ઓર્ડર બનાવી ઠગાઈ કર્યા બદલ અહીના કન્સલન્ટન્ટની પોરબંદર પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પોરબંદરમાં ખાખ ચોકમાં ટયુશન કલાસ ચલાવતા દીપક ચનાભાઈ સીંગરખિયાના પિતા ચનાભાઈ ઘેલાભાઈ સીંગરખિયાની  વિસાવાડાની 206 ગુંઠા જમીન રિગ્રાન્ટ કરાવવા બાબતે પોરબંદરના કન્સલટન્ટ ભાર્ગવ સુરેશચંદ્ર જોશીએ આ પ્રકરણ હાથમાં લીધું હતુ. અને આ માટે જુદા જુદા તબકકે કન્સલટન્સી ફી તરીકે અને અન્ય રીત જુદા જુદા ચેક અને લખાણ કરી દઈ  રૂા. 3.15 લાખ મેળવી લીધા હતા. 

આમ છતા  જમીન રિગ્રાન્ટની કોઈ કાર્યવાહી કરી ન હતી અને એ પછી એક બનાવટી ઓર્ડર આપ્યો હતો.જે અંગે   દીપકભાઈને શંકા જતા એણે કલેકટર કચેરીએ જઈ  તપાસ કરતા આવો કોઈ જ ઓર્ડર અહીથી થયો નથી એવી વિગત મળી હતી. આ બાબતે દીપકભાઈએ ભાર્ગવ જોશી પાસે જઈને કહેલુ કે આ આદેશ ખોટો હોવાનુ જણાય છે આથી ભાર્ગવ ગુસ્સે થઈ ગયો હતો. અને કહ્યુ હતુ કે 'તું મને ઓળખતો નથી, હું પત્રકાર છું, આ હુકમ મે જ ખોટો બનાવ્યો છે'. 'તુ હવે પછી મારી પાસે આવતો નહી કે પૈસા માગતો નહી' એવી ધમકીઓ આપી હતી.  આ પછી કમલાબાગ પોલીસ મથકે જઈને ફરીયાદ આપતા કમલાબાગ પોલીસે ભાર્ગવ સુરેશચંદ્ર જોશીની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 

Tags :