Get The App

સિધ્ધપુર તાલુકામાં કોરોના વાયરસના કહેર વચ્ચે બીજા બે કેસ નોંધાતા હાહાકાર

- નેદ્રામાં પોઝીટીવ રિપોર્ટ આવવાનું કારણ મુંબઈ કનેક્શન

- નવા 9 દર્દી સાથે કુલ આંક 14ને આંબી ગયો, પોઝીટીવ આવેલા બે લોકો પ્રથમ ત્રણ યુવકોના પરિવારના સભ્યો

Updated: Apr 11th, 2020

GS TEAM

Google News
Google News
સિધ્ધપુર તાલુકામાં કોરોના વાયરસના કહેર વચ્ચે બીજા બે કેસ નોંધાતા હાહાકાર 1 - image

સિધ્ધપુર, પાલનપુર, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામ કોરોના વાઈરસનું એપી સેન્ટર બન્યું છે. રોજ એક પછી એક નવા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ગુરૃવારે એક સાથે નોંધાયેલ ૭ કેસ બાદ શુક્રવારે વધુ બે કેસ આવતા નેદ્રા ગામને સિદ્ધપુર તાલુકાથી અલગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેદ્રા ગામને સેનેટાઈઝ કરવા માટે સિદ્ધપુર ફાયર ફાયટરો કામે લાગ્યા છે. જોકે કોરોના સંક્રમિત વિસ્તારમાં જવા માટે આ ફાયર ફાયટરો ડર અનુભવી રહ્યા છે. ધારપુર ર્ડાક્ટરોની સ્પેશ્યલ ટીમ દ્વારા શંકાસ્પદ લાગતા લોકોને ક્વોરોન્ટાઈન કરી સેમ્પલલેવામાં આવી રહ્યા છે.

સિધ્ધપુર તાલુકામાં લોકલ ટ્રાન્સમીશન સૌથી મોટું જોખમ બની રહ્યું છે. મુંબઇથી આવેલા પ્રથમ કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજતા ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. જેમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે, જે એક લાલબત્તી સમાન છે. નેદ્રા ગામના ૧૪માંથી ૯ જેટલા વ્યક્તિઓના કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં આ ૧૪ માંથી ૯ના પાઝિટીવ રિપોર્ટ આવતા આ લોકો પણ કેટલા લોકોના સંપર્કમાં આવ્યા છે. અને આ સંક્રમણને અટકાવવા માટે તંત્રને ત્યાં સુધી પહોંચતા કેટલુ સમય લાગશે તે પરિસ્થિતિ ગંભીર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિ જોતાં ગામ આખું નોંધારૃ બની ગયું છે. ગામના સરપંચ ડેરીના પૈસા લેવા જાય તો ફીંગરપ્રિન્ટને કારણે કોઈ પૈસા આપતું નથી. ગામમાં આવશ્યક ચીજવસ્તુઓ માટે આવતા ફેરીયાઓ પણ બંધ થઈ ગયા છે. 

કોરોનાના એપી સેન્ટર એવા નેદ્રા ગામે
૧૮ થી ૨૬ માર્ચ વચ્ચે ૧૩૦ લોકો અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા
કાકોશી, ડીડરોલ, સેદ્રાણામાંથી ૩૦૦ લોકો બહારથી આવ્યાનું ખુલ્યું
સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામે ૧૮થી ૨૬ માર્ચ સુધીમાં અંદાજિત ૧૩૦ લોકો અન્ય રાજ્યમાંથી બહારથી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં હજુ શંકાસ્પદ કેસો કેટલા છે તે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાય ત્યારબાદ ખુલશે. સિધ્ધપુર તાલુકામાં કાકોશી, ડીડરોલ, સેદ્રાણા અને બીજા અન્ય ગામોમાં અંદાજિત ૩૦૦ ઉપરાંત લોકો અન્ય રાજ્યમાંથી બહારથી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ લોકોની તંત્ર ક્યારે તપાસ કરશે ? તે પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જોકે તંત્રએ એવું જણાવ્યું કે, અન્ય રાજ્યમાંથી કુલ૩૬૮ આવ્યા છે. તેમાંથી ૧૧૪ શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાંથી ૯૩ના નેગેટીવ રિપોર્ટ આવ્યા જ્યારે ૭ પેન્ડીંગમાં છે.

18 એસઆરપી ટીમનો બંદોબસ્ત ગોઠવાયો

સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાં ૧૪ જેટલા વ્યક્તિઓમાંથી ૯નો રિપોર્ટ પોઝિટીવ આવતા ભારે હડકંપ સાથે લોકોને હચમચાવી દીધો છે. નેદ્રા ગામમાં ૯ પોઝિટીવ કેસ આવતા ગામને કિલ્લેબંધ કરી દેવામાં આવી છે. જ્યારે ગઇકાલે મોડી સાંજે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમાં ૧૮ એસઆરપી સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 

નેદ્રા ગામના ચાર હજાર લોકોને ઘરોમાં ક્વોરોન્ટાઇન કરાયા 

સિધ્ધપુર તાલુકામાં કોરોના વાયરસના કહેર વચ્ચે બીજા બે કેસ નોંધાતા હાહાકાર 2 - imageસિધ્ધપુરના નેદ્રા ગામમાં એક સાથે ૯ જેટલા લોકોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દ્વારા ગામના ચાર હજાર લોકોને ઘરોમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આમ એકી સાથે ૪૦૦૦ લોકોને ક્વોરોન્ટાઈન કરાયા હોઈ તેવું દેશ કે રાજ્યમાં લગભગ પ્રથમ વખત બન્યું હશે.

એસઆરપીની 11 ચેકપોસ્ટો બનાવાઇઃ કિલ્લેબંદી

સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાં કોરોના વાયરસનો પોઝિટીવ દર્દીઓનો રાફડો ફાટતા ગામમાં લોકો બહાર ન નકળે તે માટે ૧૧ ચેકપોસ્ટો પર એસઆરપીની ટીમો બેસાડી દેવામાં આવી છે. 

પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા શંકાસ્પદ લોકોનું પરીક્ષણ બાકી !

સિધ્ધપુર તાલુકામાં કોરોના વાયરસના કહેર વચ્ચે બીજા બે કેસ નોંધાતા હાહાકાર 3 - imageસિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાં પોઝિટીવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા કેટલાક શંકાસ્પદ લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા ચાર ચાર દિવસ વીત્યા છતાંય હજુ પણ પરીક્ષણ કરવામાં આવ્યું નથી. જેના કારણે ગામમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનશે જેથી ગામમાં સંક્રમિત લોકોનું ચેકઅપ જરૃરી બની ગયું છે.

Tags :