Get The App

પાટણ જિલ્લામાં બે અકસ્માતઃ બે વાહન ચાલકોના ઘટના સ્થળે મોત

- ભૂતિયા વાસણા નજીક પીકઅપ ડાલા અને છોટાહાથી અથડાયા, સાંતલપુર પીપરાળા ચેકપોસ્ટ પાસે ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયા

Updated: May 12th, 2019

GS TEAM

Google News
Google News
પાટણ જિલ્લામાં બે અકસ્માતઃ બે વાહન ચાલકોના ઘટના સ્થળે મોત 1 - image

પાલનપુર,તા.11 મે 2019, શનિવાર

પાટણ જિલ્લામાં સરસ્વતીના ભૂતિયા વાસણા અને સાંતલપુરના પીપરાળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. જેમાં બન્ને સ્થળો પર વાહન ચાલકોના મોત થવા પામ્યા હતા. તો ભૂતિયા વાસણા ગામે અકસ્માતમાં વધુ ઈસમોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પાટણ-શિહોરી હાઈવે પર ભૂતિયાવાસણા ગામ નજીક વહેલી સવારે અનાજના કોથળા ભરેલ પીકઅપડાલુ અને કેરીનો રસ ભરેલ છોટાહાથી બન્ને સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાને લઈ વાહનો ધડાકાભેર અથડાતા પીકઅપ ડાલામાં ભરેલ અનાજના કોથળા તેમજ છોટાહાથીમાં ભરેલ કેરી રસના કેલબા રસ્તા પર ઢોળાયા હતા ત્યારે ઘટનામાં પીકઅપ ડાલા ચાલક વાવ તાલુકાના ઈશ્વરીયા ગામના રાઠોડ શ્રવણજી વેલાજી ઠાકોરનુ ઘટના સ્થળે મોત થયું હતું. અન્ય ત્રણ ઈસમોને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા હતા.

સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પાસે હાઈવે પર રાત્રીના સમયે પસાર થઈ રહેલ ટ્રેલર પાછળ આવી રહેલ ટ્રેલર ચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પાછળ ટ્રેલર અથડાયું હતું અને જેને લઈ પાછળ ઘુસી ગયેલ ટ્રેલર ચાલક હનરજીત યાદવ ઉ.વ.૨૫ રહે.દિગરા-બિહારના યુવકનું ગંભીર ઈજાઓ થતા તેને ૧૦૮ મારફતે સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ર્ડાક્ટર દ્વારા તપાસ કરતા યુવાનનુ મોતથયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે બન્ને ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના લાશનુ પીએમ કરાવી અકસ્માતનો ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :