ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ત્રિદિવસીય ખેલ મહોત્સવનો આજથી પ્રારંભ
- વરસાદના કારણે બંધ રખાયેલ હતો
- તા. 27 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી યોજાશે, 70થી વધુ કોલેજના 800 યુવા ખેલાડીઓ કૌવત દાખવશે, વિજેતા ખેલાડી બેંગ્લોર રમવા જશે
પાટણ,
તા. 26 નવેમ્બર 2019, મંગળવાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા અગાઉ
ચોમાસામાં ભારે વરસાદના કારણે મુલતવી રાખવામાં આવેલ ખેલકૂદ મહોત્સવ આગામી ૨૭ થી ૨૯
નવેમ્બરના રોજ યોજાનાર છે. જેમા ં૭૦૦થી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે.
યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બરના રોડ કોલેજ યુવા મહોત્સવ અને
ખેલકૂદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સમયગાળા દરમિયાન પડેલા
ભારે વરસાદના કારણે યુવક મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. પરંતુ ખેલકૂદ
મહોત્સવ મેદાનોમાં પાણી ભરાઈ જવાના કારણે સંજોગોવશાત થઈ શક્યો ન હતો અને તેને
મુલતવી રાખવામાં આવ્યો હતો.
ત્યારે હવે યુનિવર્સિી દ્વારા આગામી ૨૭,
૨૮, ૨૯
નવેમ્બરના રોજ અગાઉ મુલતવી રાખવામાં આવેલ ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન વિભાગો અને કોલેજો મળી કુલ ૭૦થી વધુ કોલેજો ૭૦૦થી
૮૦૦ જેટલા ખેલાડીઓ યુવા મહોત્સવમાં ભાગ લેશે.
ખેલકૂદ મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે. જેમાં યુનિવર્સિટીના
કુલપતિ ડો. અનિલભાઈ નાયક,
યુનિ.ના ખેલકૂદ સ્પોર્ટસના ચેરમેન શૈલેષભાઈ પટેલ , યુનિવર્સિટીના
રજીસ્ટ્રાર ડો. ડી.એમ. પટેલ સહિતના કારોબારી સભ્યો, અધિકારીઓ,
કર્મચારીઓ ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓ અને ટીમોને પ્રમાણપત્રો અને શિલ્ડ આપી
પ્રોત્સાહિત કરાશે તેમજ આ ખેલ મહોત્સવ જે વિદ્યાર્થીઓ વિજેતા થયા હશે તેઓ આગામી ૨
થી ૬ જાન્યુઆરીના રોજ બેંગ્લોર ખાતે યોજાનાર ખેલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી
સ્પર્ધામાં ભાગ લેશે તેમ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડો. વિનુભાઈ
ચૌધરીએ જણાવ્યુ ંહતું.