આજે કાળી ચૌદશના દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાલીપૂજા કરાશે
- પાટણના નગરદેવી કાલિકા માતાની
- 8 થી 11 દરમીયાન શ્રધ્ધાપૂર્વક-ભક્તિભાવથી માતાજીનો અભિષેક, પૂજન કરાશે
પાટણ તા.25 ઓક્ટોબર 2019, શુક્રવાર
પાટણના નગરદેવી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં દર વર્ષે કાળી ચૌદશના રોજ યોજાતી મહેર કાલિપૂજઆ વર્ષ પણ તા.૧૬-૧૦-૨૦૧૯ ને શનિવારના રોજ રાત્રે ૮ થી ૧૧ દરમ્યાન યોજાનાર છે. આ શ્રધ્ધાપૂર્ણ,ભક્તિભાવ ભરી કાલી પુજામાં સામેલ થનારા ભાવિકોએ પોતાના ઘર મંદિરનાં પૂજન અર્ચન માટે પધરાયેલી શ્રી માતાજીના કોઇપણ સ્વરૃપની મૂર્તિ કે ફોટાના સ્થાપન માટે બાજોડ વગેરેની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. કાલી-પૂજા દરમ્યાન વેદોક્ત મંત્રોરચાર દ્વારા શ્રી માતાજીનો અભિષેક, શુંગાર, પૂજન વગેરે પૂર્ણ થયા પછી શ્રી કાલિકા પુરાણમાં ઉલેખીત કા અક્ષરથી શરૃ થતા શ્રી માતાજીના ૧૦૮ નામોના ઉચ્ચારણ સાથે શ્રી માતાજીને ચોખા કે કુલ કે બીલીપત્ર ચઢાવવાતા હોય છે. આ કાલી પૂજામાં બેસનાર ભાવિકોએ શ્રી માતાજીને ચઢાવી શકાય તેટલા ફળ, ચોખા કે ફુલ સાથે લાવવાના રહશે પૂજનવિધિ બાદ ભાવિક ભક્તો સમુહ આરતી કરી શકે તેની વ્યસ્થા પણ મંદિર તરફથી જ કરવામાં આવે છે. કાલી-પૂજામાં બેસવાની વ્યવસ્થા વહેલા તે પહેલાના ધોરણે જ કરવામાં આવે છે. કાલી પૂજાનો સમય રાત્રે ૮ થી ૧૧ નો રહેશે.