બનાસ બેંકમાં 4 કર્મીઓની 1.90 કરોડની ઉચાપત
-સાંતલપુરની મઢુત્રા શાખામાં થયેલી ઉચાપત મામલે ફરિયાદ
-ચાર કર્મચારીઓએ શાખામાં જમા થયેલી થાપણો ખોટા દસ્તાવેજો બનાવી કૌંભાડ આચર્યુ
પાટણ,
તા.16 ઓકટોમ્બર, 2018, મંગળવાર
બનાસકાંઠા જિલ્લા સહકારી બેન્કની સાંતલપુરના મઢુત્રાની શાખામાં
બેન્કના મેનેજર, કલાર્ક કમ
કેશીયર અને કલાર્કો ભેગા મળી મઢુત્રાની શાખામાં જમા થયેલા થાપણોમાં ખોટા દસ્તાવેજો
બનાવી રૃ. ૧.૯૦ કરોડની ઉચાપત કરતા ચકચાર મચી
છે અને આ અંગે બેન્કના વિજિલન્સે સાંતલપુર
પોલીસ સ્ટેશનમાં ચાર જણા સામે અને અન્ય બીજી તપાસમાં નીકળે તે સામે પોલીસ ફરીયાદ આપી
છે.
સાંતલપુર પોલીસ સ્ટેશનમાં
બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના વિજિલન્સ સેલના મેનેજર ભવાનભાઈ હીરાભાઈ
પટેલે નોંધાવેલા ફરીયાદમાં તા.ર૭-૧૦-૧૭ થી ર૩-૪-૧૮ ના સમય દરમિયાન સાંતલપુરના મઢુત્રામાં
આવેલા શાખા તત્કાલીન મેનેજર શિવરામભાઈ દેવરામભાઈ ગજ્જર (સસ્પેન્ડ કર્યા છે.) રહે. વિઠ્ઠલનગર, મસાલી રોડ, પાણીની ટાંકી સામે, રાધનપુર, જયંતીલાલ દીપચંદભાઈ
ઠક્કર (સસ્પેન્ડ) કલાર્ક કમ કેશીયર,
મમઢુત્રા શાખા, રહે. એલડીપાર્ક
સોસાયટી ભાગ-૧, ત્રણ હનુમાન
રોડ, તા.ડીસાઓએ
તેમની ફરજ સમય દરમિયાન તા.ર૭-૧૦-૧૮ થી ર૩-૦૪-૧૮ ના સમયગાળા દરમિયાન બચત ખાતામાં ખોટા વાઉચરો બનાવી બેન્કની શાખામાં રોકડ રકમ લઇ આવેલા ના હોઈ છતા બચત ખાતામાં રોકડ
રકમ જમા બતાવી રૃ.૧,૯૦,૦પ,૦૦૦ ની નાણાંકીય ઉચાપત
કરી હતી.
આ ઉચાપત છુપાવવા માટે ૦૭-૪-૧૮ ના રોજ આરોપીઓએ બેન્કના રેકટીફીકેશન ખાતામાં
રૃ.૧,૯૩,૦૦,૦૦૦ નો હવાલો સુલટાવીને
રૃ.૧.૯૦ કરોડની નાણાકીય ઉચાપત કરી અને બેન્કના
નાણાનો દુરવ્યય કરીને ખોટા દસ્તાવેજો ખોટા ચેક વાઉચરો બનાવીને ઉચાપત કરી હતી. આ કૌંભાડમાં મુકેશભાઈ દિપચંદ ઠક્કર અને તપાસમાં
અન્ય ઈસમો નીકળે તેની સામે ફરીયાદ આપી છે.
ડીરેક્ટરના નાક નીચે થયેલા કૌભાંડ
બનાસ બેંકના કર્મચારીઓની મોડન્સ ઓપરેન્ડી એવી હતી કે વગર જોઈતા
ગ્રાહકોના ખાતા ખોલીને ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. આ ઉપરાંત આ પંથકના બે થી ત્રણ ડીરેક્ટરના
નાક નીચે સમગ્ર કૌભાંડ સર્જાયું હોવાનું જણાય
છે. જ્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની કોશિષ થઈ રહી છે. સરકારના કરોડો
રૃપિયા ડુબી ગયા હતા.