ગોતરકાના તળાવ પાસેથી યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી
બાઇક પર આવેલા શખ્સોએ હત્યા કર્યાની આશંકા
મૃતકના ખીસ્સામાંથી ગાગોદરથી વારાહીની બસટિકિટ અને૧ર૦૦ રૃપિયા રોકડા મળ્યા
રાધનપુર,
તા.22 નવેમ્બર, 2018, ગુરૃવાર
રાધનપુર તાલુકાના ગોતરકા ગામના તળાવ પાસે અજાણ્યા શખ્સની હત્યા
કરેલી લાશ મળી આવી હતી. રાધનપુર પોલીસે લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી.
ગોતરકા ગામના તળાવ પાસે લોહી લુહાણ હાલતમાં લાશ પડી હોવાનુ ગામ લોકોને માલુમ થતા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. ગામના સરપંચ લક્ષ્મણભાઈ આહીરે આ બાબતે રાધનપુર પોલીસને જાણ કરી હતી.
પોલીસે ગોતરકા જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક ઈસમ પાસેની તપાસ કરતા તેની પાસેથી કચ્છના ગાગોદરથી વારાહીની બસની ટીકીટ મળી હતી. જયારે ખીસ્સામાંથી રુપિયા ૧ર૦૦ રોકડા મળી આવ્યા હતા. મૃતક ઈસમના માથાના પીઠના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા કરી હત્યા કરી હોવાનુ જણાઈ આવતુ હતુ.
જયારે મૃતક ઈસમની લાશને પી.એમ. માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.મૃતક કોણ છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ મોડે સુધી હત્યા થયેલ શખ્સે કોઈ જ ચોકકસ માહીતી પોલીસને મળવા પામી ન હતી.
જયારે ઈસમને બાઈક
સવાર ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતરી ફરાર થઈ ગયા હોવાનુ ગામના
લોકો પાસેથી જાણવા મળ્યુ હતુ. હત્યા થયેલ ઈસમ કોણ છે અને તેની હત્યા પાછળ શુ કારણ છે
તે બાબતે તપાસ હાથ ધરી હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.