બહુચરમાતાના આદ્યાસ્થાનનો 7મો પાટોત્સવ ઉજવાયો
- બહુચરાજી પાસેના શંખલપુર ગામે
- ઉત્તર ગુજરાત, અમદાવાદ, સૌરાષ્ટ, ચરોતર, કચ્છ સહિત રાજ્યભરમાંથી 150થી વધુ ગરબા મંડળો ઉમટયા
ચાણસ્મા તા.02 ફેબ્રુઆરી
2020, રવિવાર
બહુચરાજી પાસેના શંખલપુર ગામે બહુચર માતાજીના
આદ્યસ્થાનકમાં માતાજીને મૂર્તિ સ્વરૃપે બિરાજમાન કરાયાના સાતમા પાટોત્સવ પ્રસંગે
રવિવારે યોજાયેલી અખંડ આનંદના ગરબાની ૨૪ કલાકની મહાધુનથી સમગ્ર માહોલ ભક્તિમય બની
ગુંજી ઉઠયો હતો. સમસ્ત વિશ્વ કલ્યાની દેવીના આંગણે યોજાયેલા પ્રસંગે મૈયાને
અતિપ્રિય આનંદના ગરબાની ધુનમાં ભાગ લેવા સમગ્ર ઉત્તર ગુજરાત, અમદાવાદ, સૌરાષ્ટ, ચરોતર, કચ્છ
સહિત રાજ્યભરમાંથી ૧૫૦થી વધુ ગરબા મંડળો ઉમટી પડયા હતા.
પાટોત્સવ પ્રસંગે બહુચર મૈયાનો ૨૫થી વધુ જાતના ફળોનો
અન્નકુટ ધરાવાયો હતો. નવચંડી યજ્ઞાના મુખ્ય યજમાનનો લાભ મકનભાઇ ફુલતરીયા(મોરબી) એ
લીધો હતો. જ્યારે માઇમંદિરે માના પરમભક્ત ઉદ્યોગપતિ નરભેરામભાઇ સોરિયા(ઘટું-મુંબઇ)
પરિવાર તરફથી ધ્વજા અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં યોજાયેલી આનંદના
ગરબાની મહાધુનનો મંગલદીપ પ્રગટાવી પ્રારંભ કરાયો તે પ્રસંગે ઉદ્યોગપતિ નરભેરામભાઇ
સોરિયા, મકનભાઇ ફુલતરીયા, પ્રગજીભાઇ પટેલ, મંદિર ટ્રસ્ટના ચેરમેન
કાળીદાસ પટેલ,
મંત્રી અમૃતભાઇ પટેલ, ટ્રસ્ટી મોહનભાઇ દેસાઇ, આર્કિટેક
સુરેશભાઇ પટેલ અગ્રણી પરેશભાઇ પટેલ સહિત બહુચરાજી આનંદગરબા મંડળના ભાસ્કરભાઇ ઠક્કર, નરેશભાઇ
પટેલ, ભરતભાઇ પંચાલ સહિત ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધાર્યા છે. મૈયાના આનંદના
ગરબાનું અનુષ્ઠાન સોમવારે સવારે ૧૦ વાગે પૂર્ણ થશે.
ઉલ્લેખનીય છે કે શંખલપુરમાં બહુચર માતાજીના મંદિરમાં
૫૨૦૦ વર્ષે પૂર્વે ભગવાન કપિલ મુનિના હસ્તે ગોખમાં શ્રીયંત્રની સ્થાપના કરાઇ હતી.
જેની પૂજા થતી હતી. શ્રદ્ધાળુઓની લાગણીને હરખભેર વધાવતાં મંદિર દ્વારા શ્રી
માતાજીની સાત ફુટ ઉંચી વિરાટ ધરલવર્ણી પ્રતિમાની આજથી સાત વર્ષ પૂર્વે મંદિરમાં
દર્શન માટે પધરામણી કરાઇ હતી. માતાજીને મૂર્તિ સ્વરૃપે દર્શન કરી ભક્તો ધન્ય
બન્યાની લાગણી અનુભવે છે.