સિધ્ધપુરના ખોલવાડાના યુવાનનું શંકાસ્પદ કોરોનાથી મોત
- શંકાસ્પદ કોરોનાના લક્ષણ દેખાતા ધારપુર દાખલ કરાયો હતો
પાલનપુર,સિધ્ધપુર તા. 24
માર્ચ, 2020, મંગળવાર
પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સિધ્ધપુરના ૪૭ વર્ષીય
યુવાનમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણ દેખાતા આઈસોલેશન વોર્ડમાં મોત થતા હડકંપ મચી જવા
પામ્યો હતો. જોકે તંત્ર દ્વારા સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે કોરોનાની
અસર થી જ મોત છે કે વાયરલ ઈફેક્ટ થયું છે. ઘટનાની જાણ થતા જ સિધ્ધપુરના ખોલવાડા
ખાતે યુવાનના મકાનની આસપાસ સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું.
સિધ્ધપુર તાલુકાના ખોલવાડાના ૪૭ વર્ષનો એક યુવાન છેલ્લા
૧૦ દિવસથી સિધ્ધપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને તેને ખાંસી, તાવ
અને શ્વાસની બીમારી વધુ થતા તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યાં આઈસોલેશન
વોર્ડમાં રાખવામાં આવ્યો હતો અને તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યાં તેનું અચાનક
મોત થતા તંત્ર હરકતમાં આવ્યુ ંહતું અને કયા કારણોસર મોત થયું છે તે બાબતે તપાસ હાથ
ધરી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ કોરોના પોઝીટીવ લાગતો નથી,પાટણ કલેક્ટર
પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતુ ંકે
દર્દીના તમામ રીપોર્ટ જોયા છે અને તેના ટ્રાવેલ્સ ઈસ્યુ નથી તેના એક્સરે પણ
જોવામાં આવેલા છે તે જોતા કોરોના પોઝીટીવ લાગતો નથી પરંતુ રિપોર્ટ આવ્યા બાદ
નિર્ણય કરાશે.
૧૦ દિવસથી બીમાર હતો , કલેક્ટર
સિધ્ધપુર ખાનગી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે
આ યુવાન ૧૦ દિવસથી બીમાર હતો. ત્યારબાદ તેને તાવ, શરદી અને ખાંસીની બીમારી
વધતા તેને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સેમ્પલ મોકલેલ છે , પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી
પાટણ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ ંહતું કે
આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ નવ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ પૈકી આઠના રિપોર્ટ
નેગેટીવ આવ્યા છે. જ્યારે ખોલવાડાના ૪૭ વર્ષીય યુવાનનું સેમ્પલ લીધા બાદ આઈસોલેશન
વોર્ડમાં જ મોત થતા તેના સેમ્પલ મોકલેલ છે અને તેની હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં
આવી રહી છે.
લોકડાઉનનો કડક અમલ કરાવવા તંત્રના અધિકારીઓ રોડ પર
નીકળ્યા
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે સર્જેલ અતિ ગંભીર
પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન
કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે રાધનપુર નગરમાં લોકડાઉનનો કડક અમલ થાય
તે હેતુથી નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર સહિત અધિકારઓ
પોલીસ સ્ટાફ સાથે નગરમાં નીકળ્યા હતા અને અધિકારીઓ દ્વારા નગરજનોને બીનજરૃરી બહાર
ન નીકળવા અને ઘરમાં જ રહેવા સમજાવવામાં આવ્યા હતા. લોકો ડાઉન દરમિયાન જીવન જરૃરી
સામાનની દુકાનો ખુલ્લી રાખવા માટે સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવેલ છે પરંતુ
રાધનપુર નગરમાં કેટલાક લોકો દ્વારા બીનજરૃરી દુકાનો ખોલીને બેઠા હોવાનું
અધિકારીઓના ધ્યાને આવતા આવા લોકોને સમજાવીને દુકાનો બંધ કરાવી હતી. જ્યારે ોકો
ડાઉન દરમિયાન નગરમાં ચક્કર મારવા નીકળેલા બાઈક સવારો સામે પોલીસ દ્વારા કડક
કાર્યવાહી કરવામાં આવી હતી. આવા વાહનચાલકોના દસથી વધુ વાહનો પોલીસે ડીટેન કર્યા
હતા. જ્યારે છ જેટલા લોકો સામે ૧૮૮ મુજબ કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા નગરમાં
ચક્કર મારતા બાઈક સવારો પર કાર્યવાહી કરવામાં આવતા ફોગટમાં બજારમાં બાઈક લઈને
નીકળતા લોકો ઘરમાં ભરાયા હતા.