કાત્યોકના મેળામાં ભરાતા ઊંટ બજારમાં સુવિધાનો અભાવ
-ઉત્તર ગુજરાતના લોકો દ્વારા થતી ઊંટોની ખરીદી
૮૦ વર્ષથી ભરાતી બજાર, ત્રણ હજાર ઊંટોની થતી લે-વેચ છતાં લાઈટ પણ તંત્ર આપી શકતું નથી
અમદાવાદ,
તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૮, ગુરૃવાર
સિધ્ધપુરમાં શરૃ થયેલા સાત દિવસના કાર્તિક પૂર્ણિમાના લોકમેળાની
પાછળની બાજુએ રેલવે બ્રિજ પાસેના કાંઠે ૮૦ વર્ષથી ઊંટ બજાર ભરાય છે. જેમાં ત્રણ હજાર
જેટલા ઊંટોની લે-વેચ થતી હોવા છતાં તંત્ર દ્વારા લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ અપાતી
નથી.
ઉત્તર ગુજરાતના રાવળ, પટ્ટણી, ઠાકોર સમાજના લોકો આ મેળામાં ઉમટી પડે છે. સરસ્વતી તટે ભરાતા આ બજારમાં તંત્ર સુવિધાઓ આપતી નથી તેવા આક્ષેપ સાથે લોકોએ જણાવ્યું કે લાઈટની સુવિધા ન હોવાથી ઊંટલારીો જડતી નથી. તંત્ર ૧૦ રૃપિયા લેતું હોવા છતાં શૌચાલયની સુવિધા આપતું નથી.
પીવાનું પાણી મળતું નથી. તંબુઓની સુવિધા નથી. વર્ષોથી રામભરોસે
ઊંટબજાર ભરાય છે. વાસ્તવમાં ભારતમાં આ મેળાનું નામ ગુંજતું થાય તેવું તંત્ર દ્વારા
શા માટે ભરાતું નથી તે પ્રશ્ન છે.