રાધનપુરના મામલતદાર અને ચીફ ઓફિસર રજા ઉપર ઉતર્યા
- વાયુ વાવાઝોડાને પગલે એલર્ટના ધજાગરા
- જિલ્લા વહિવટી તંત્રની બેધારી નીતિ અંગે તર્કવિતર્ક સર્જાયા
રાધનપુર, તા. 15 જૂન 2019, શનિવાર
અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું ઓમાન તરફ ફંટાયા બાદ ફરી દિશા બદલાતા પાછું ગુજરાતના કચ્છ સમુદ્ર તટ પર ટકરાશે તેવી જાહેરાત કેન્દ્રના મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. વાવાઝોડાની તીવ્રતા ઓછી થવા છતાં તેની અસર કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વર્તાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. વાવાઝોડું ફરી કચ્છ તરફ આવતું હોવાની કેન્દ્રની જાહેરાત બાદ રાધનપુરના મામલતદાર અને ચીફ ઓફિસર રજા ઉપર ઉતરી જતા પાટણ જિલ્લાનું તંત્ર નિંદ્રાધીન હોય તેવું જણાતું હતું.
વાવાઝોડું કચ્છ સમુદ્ર તટ સાથે ટકરાવવાથી કચ્છને અડીને આવેલ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે કચ્છને અડીને આવેલ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ પણ કરવામાં આવી છે ત્યારે કચ્છના રણને અડીને આવેલ પાટણ જિલ્લાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પાસે આવી કોઈ જ જાણકારી ના હોવાનું જણાવવામાં આવ્યું હતું.
જ્યારે આગામી બે દિવસમાં વાવાઝોડું કચ્છના સમુદ્ર કિનારે ટકરાવવાની સંભાવના કેન્દ્રના મંત્રાલય દ્વારા કરવામાં આવી હોવા છતાં કચ્છથી નજીક આવેલ રાધનપુરમાં ફરજ બજાવતા મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર રજા મુકીન ેજતા રહ્યા હતા. રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને છેલ્લા એક સપ્તાહથી રજા ઉપર ઉતર્યા હોવાનું પાલિકાના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. જ્યારે રાધનપુર મામતદાર પણ તા. ૧૪મી જૂનથી પંદર દિવસની રજા ઉપર ઉતર્યા હોવાનું મામતદાર કચેરીમાંથી જાણવા મળ્યું હતું.
ચારેક દિવસ અગાઉ વાવાઝોડા બાબતે પાટણ જિલ્લાના તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ ંહતું અને ફરજ દરમ્યાન ગેરહાજર રહેનાર તલાટીઓને નોટીસો આપવામાં આવી હતી ત્યારે પણ રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ગેરહાજર રહ્યા હતા. પરંતુ તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતા જિલ્લાના વહીવટી તંત્રની દોહરી નીતિ ખુલ્લી પડી હતી. કચ્છના સમુદ્ર કિનારે વાયુ વાવાઝોડું આગામી બે દિવસમાં ટકરાવવાની કેન્દ્ર સરકારના મંત્રાલયની જાહેરાત બાદ રાધનપુર મામલતદાર અને ચીફ ઓફિસર બંને રજા ઉપર ઉતરી જતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
જિલ્લા ડીઝાસ્ટર વિભાગ શું કહે છે ?
આગામી બે દિવસમાં વાયુ વાવાઝોડુ કચ્છના સમુદ્ર તટ સાથે ટકરાવવાની જાહેરાત ેકન્દ્રના મંત્રાલય દ્વારા કરવામાં આવેલ છે ત્યારે કચ્છને અડીને આવેલ પાટણ જિલ્લામાં આ બાબતે કોઈ જ સમાચાર ના હોવાનું જણાવવામાં આવ્યુ ંહતું. જ્યારે અગાઉ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ આજે વાવાઝોડાને લઈને એલર્ટ ના હોવાનું ડીઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર સેજલબેને જણાવ્યું હતું.