Get The App

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનના પ્રોફેસરને આખરે સસ્પેન્ડ કરાયા

કારોબારી સમિતિમાં લેવાયેલો નિર્ણય

-ખોટા દસ્તાવેજો ઉભા કરી છેલ્લા ઘણા સમયથી નોકરી કરતા હતા

Updated: Nov 3rd, 2018

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનના પ્રોફેસરને આખરે સસ્પેન્ડ કરાયા 1 - image

પાટણ,તા.2 નવેમ્બર, 2018, શુક્રવાર

પાટણની યુનિવર્સિટીની છબી ઉત્તરોત્તર ખરડાઈ રહી છે. શિક્ષણથી માંડીને ભરતી પ્રક્રિયા અને યુનિવર્સિટીના વિકાસમાં થઈ રહેલા મસમોટી  ગેરરિતી લીધે  ગરીમા હણાઈ રહી છે ત્યારે  શુક્રવારે  યુનિવર્સિટીના વહીવટીભવન ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ભાષાભવનના રીડર અને હાલમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા અને અગાઉ કાર્યકારી કુલસચિવનો હોદ્દો સંભાળી ચુકેલા અગ્રણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવતા સમગ્ર યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવન વિભાગમાં સંસ્કૃતના રીડર અને હાલમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ર્ડા.દિલીપભાઈ પટેલની નિમણૂંકમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીમાં નોકરી મેળવી હોવાની અરજી મનોજ પટેલ તેમજ વકીલ પંકજ વેલાણી દ્વારા કરવામાં આવી હતી.

ત્યારે શુક્રવારે  યુનિવર્સિટીના વહીવટીભવનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કુલપતિ ર્ડા.બી.એ.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં અરજદારોએ રજુ કરેલા તમામ દસ્તાવેજ અને પુરાવાની ચકાસણી બાદ પ્રોફેસર દિલીપભાઈ પટેલે ખોટા દસ્તાવેજો રજુ કર્યા હોવાનું બહાર આવતા આ બેઠકમાં તેઓની તેમની ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે.

વધુમાં આ બેઠકમાં લો કોલેજના પ્રોફેસર કિરીટ પટેલે આચરેલી કેટલીક ગેરરીતિઓ બાબતે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત યુનિવર્સિટીમાં બે કર્મચારીના પોસ્ટલકાંડમાં પણ પ્રોફેસર દિલીપ પટેલનું નામ સંડોવાયુ હોવાનું બહાર આવતા સમગ્ર યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે. તો ઘટના અંગે યુનિવર્સિટીના કુલપતિએ પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે આજની કારોબારી સમિતીની બેઠકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી જ યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Tags :