પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ દેશમાં ચોથા ક્રમે આવ્યો
- ગ્રામિણ સ્વચ્છતા મિશન અંતર્ગત
- પાટણ ડીડીઓ અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે દિલ્હી સમારંભમાં એવોર્ડ સ્વીકાર્યો
પાટણ તા. 20
નવેમ્બર 2019,
બુધવાર
ભારત સરકારના સ્વચ્છ ભારતી મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ
ગ્રામીણ-રગામાં પાટણ જિલ્લાએ ગ્રામીણ સ્છચ્છતા ક્ષેત્રે સતત બીજા વર્ષે શ્રેષ્ઠ
પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમાંક, દેશના પશ્ચિમ ઝોનમાં પ્રથમ અને ગુજરાત રાજ્ય કક્ષાએ પણ
પ્રથમ ક્રમાંક મેળવીને નેશનલ કક્ષાનો એસએસજી એવોર્ડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાયું
છે.
વિશ્વ ટોયલેટ ડે ૧૯ નવેમ્બર ૨૦૧૯ ના રોજ નવી દિલ્હી ખાતેના
પ્રવાસી ભારતીય કેન્દ્ર ખોત એસએસજી એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ભારત
સરકારના જળ શક્તિ મંગાલયના ડ્રિંકીગ વોટર અને સેનિટેશન વિભાગના કેબિનેટ મંત્રી
સદાનેદ દેવ ગૌડા અને રાજયકક્ષાના મંત્રી રતનલાલ કતારીયાના હસ્તે પાટણ જિલ્લાના
જિલ્લા વિકાસ અધિકારી ડો.કે.પારેખ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.આર.પરમાર
તેમજ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર દિલીપ ચૌહાણે સ્છચ્છતા અંગેનો આ રાષ્ટ્રીય એવોર્ડ
સ્વીકાર્યો હતો.
આ અંગે પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્છચ્છ ભારત મિશન
ગ્રામીણના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ અધિકારી દિલીપ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે
સ્છચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૯ માં પાટણ જિલ્લાને સર્વેક્ષણના વિવિધ માપદડોમાં કુલ
૧૦૦ માર્કમાંથી ૮૮.૮૬ ગુણ પ્રાપ્ત થાય છે. અને રાષ્ટ્રીય કક્ષાએ પાટણ જિલ્લાને
ચોથો કમાંક અને પશ્ચિમ વિભાગમાં તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મળ્યો છે.