પાલનપુર : સમીના દવાખાનામાં પોલીસ અને આરોગ્યની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ
- દુષ્કર્મ આચરનાર પિતા-પુત્ર સામે સર્વત્ર ફીટકારની લાગણી
- આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવા તજવીજઃ લંપટલીલામાં સંડોવાયેલા બાપ-દિકરાને ફાંસીની સજા આપવા માંગ ઉઠી
પાલનપુર, તા.30 જૂન 2019, રવિવાર
સમીમાં લંપટ ડોક્ટર અને તેના મિકેનિક પુત્ર દ્વારા સારવાર માટે આવતી મહિલા દર્દીઓ સાથે કરવામાં આવેલ દુષ્કર્મના વિડીયો વાયરલ થવાની ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ મામલે પાટણના પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યારે કુકર્મ આચરનાર બાપ-દીકરાને લોકોએ મેથીપાક ચખાડતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે રવિવારના રોજ પોલીસ, એફએસએલ તેમજ આરોગ્ય તંત્રની ટીમો દ્વારા દવાખાનામાં તપાસનો ધમધમાટ આરંભાયો હતો. આ સ્થળેથી સ્ત્રીરોગ સંબંધિત કેટલીક દવાઓનો જથ્થો કબજો કરવામાં આવ્યો હતો. જ્યારે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સમીમાં લંપટ ર્ડોકટર અને પુત્ર દ્વારા મહિલા દર્દીઓ સાથે વિશ્વાસઘાત કરી હોસ્પિટલમાં જ તેની સાથે અશ્લીલ કુત્ય કરી તેમના વિડિયો ઉતારી હવસનો શિકાર બનાવતા હોવાના વિડીયો વાયરલ થતા બંને હેવાન પિતા-પુત્ર પર બે પિડિત હિલાઓની ફરિયાદ આધારિત પોલીસે તપાસનો દૌર શરૃ કર્યો છે. ત્યારે હાલમાં ઘોર નિદ્વામાં પોઢેલ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું.
સમીમાં હોસ્પિટલને પોતાની હવસનો અડ્ડો બનાવી સારવાર અર્થે આવતી મજબુર અને ગરીબ મહિલાઓના ચેકઅપ દરમ્યાન તેમના અશ્લીલ વિડીઓ ઉતારી ફરી તપાસના નામે બોલાવી વિડીયોની ધાકધમકી આપી શારીરિક સંબંધો બાંધવા મજબુર કરતા હોવાનું હાલમાં પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે બે પીડિત મહિલાઓની અપવીતી આધારિત સુષ્ટી વિરૃધ્ધનું કૂત્ય અને દુષ્કર્મના ગુનાઓની કલમો દાખલ કરી બંને હવસના પુજારી પિતા પુત્ર પર ફરિયાદ નોંધી પુરાવા એકત્રિત કરવા ટીમો કામે લગાડી હતી. જેમાં રવિવારના રોજ પોલીસ એફએસએલ અને આરોગ્યની ટીમો દ્વારા હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અને એફએસએલ દ્વારા વાયરલ થયેલા વિડીઓ અને સ્થળ બાબતે ખરાઇ કરવા સહિત અન્ય મહત્વના પુરાવા એકત્રિત કરવા વિવિધ સેમ્પલ લીધા હતા. તો આરોગ્ય વિભાગ દ્વારા પણ ડોકટર મહેન્દ્ર મોદી અને ડીગ્રી વગરના ડોકટર બની બેઠેલા પુત્ર કિશન મોદી સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઇ છે.
ર્ડૉકટર અને પુત્રની અશ્લીલ હરકતોને લઇ વિસ્તારમાં ભારે બદનામ હતા
ર્ડાકટર મહેન્દ્ર મોદી અને પુત્ર કિશન બંને હોસ્પિટલમાં આવતી મહિલાઓના ચેકઅપ સમયે અશ્લીલ હરકતો કરતા મહિલાઓ ડધાઇ જતી હતી. પરંતુ શર્મના મારે અથવા બદનામીના ડરે પરિવારને જાણ ના કરતા પિતા પુત્રોની હિંમત વધી હતી. પરંતુ વિસ્તારમાં અનેક મહિલાઓને કડવા અનુભવ થયા હોય ર્ડાકટર અને પુત્ર બંને બાબતે અનેક મહિલાઓ ચર્ચાઓ કરતા વિસ્તારમાં બદનામ હતા. તેવું સ્થાનિક મહિલાઓ સાથે વાતચિત કરવા જાણવા મળ્યું હતું.
આરોપી પિતા-પુત્ર અને પીડિતાઓના મેડિકલ પરીક્ષણ કરાયા
સેક્સકાંડ મામલે સમી અને દુદકાની બે પીડિત મહિલાઓ સાથે દુષ્કર્મ અને તેમનું શોષણ કરવામાં આવ્યું હોવાની પોલીસે ફરિયાદ નોંધી છે. ત્યારે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ માટે પોલીસ દ્વારા બંને પીડિતના ધારપુર સિવિલ હોસ્પિટલમાં અને આરોપી પિતા પુત્રના સમી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાયા હતા.
અન્ય કોઇ મહિલાઓને શિકાર બનાવી છે કેમ તેની તપાસ
સમી પીએસઆઇ બારોટે જણાવ્યું હતુ કે બંને પિડીતા અને ડોકટર પિતા અને પુત્રના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા છે. આને હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ આને એફએસએલની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. અને વધુ તપાસ માટે બંને આરોપીઓને રવિવારના રોજ કોર્ટમાં રાજુ કરી રિમાન્ડ માંગવામાં આવશે આને રિમાન્ડ દરમ્યાન વધુ કોઇ મહિલાઓ સાથે કૂત્ય કયું છે. કેમ કે તેમજ વિડીઓ સહિતની તપાસ કરવામાં આવશે.
સમીના દવાખાનામાંથી વિવાદીત દવાનો જથ્થો કબજે લેવાયો
મહીલા દરદીઓ સાથે અધટીત કૃત્ય આચરવાની ચૌકાવનારી ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો છે. રવિવારે એફએસએલ અને આરોગ્યની ટીમ સાથે પોલીસે સમીમાં આવેલ ર્ડા.મહેન્દ્ર મોદીના દવાખાનામાં ઝીણવટભરી તપાસ આરંભી હતી. જેમાં વિવાદસ્પદ દવાઓનો જથ્થો મળી આવ્યો છે. જેમાં વિવાદસ્પદ દવાઓનો જથ્થો મળી આવ્યો છે. આ અંગે પાટણના પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ કહ્યું હતું કે જપ્ત કરવામાં આવેલ દવાઓ વાંધાજનક છે કે કેમ તેની તપાસ કરી વધુ કાર્યવાહી કરાશે.
તપાસનો દોર મહેસાણા સુધી લંબાવાયો
સમીના પિતા-પુત્રની લંપટ લીલાની તપાસનો દોર મહેસાણા સુધી લંબાવાયો છે. છેલ્લા અઢી વર્ષથી મહેસાણા બાયપાસે આવેલા ડીમાર્ટ સામેની શીવગંગા સોસાયટીમાં પોતાના મકાનમાં ર્ડા.મહેન્દ્ર ત્રિવેદી રહેતો હતો. જ્યારે નજીકના આઇકોન કોમ્પલેક્ષમાં દવાખાનું શરૃ કરી સોમથી શુક્ર અહીં અને બે દીવસ સમી દવાખાનું ચલાવતો હતો. સુત્રોમાંથી પ્રાપ્ત વીગતો અનુસાર પોલીસે મહેસાણા ખાતે પણ તપાસ કરી વિગતો મેળવી છે.
આરોપીઓને ફાંસીની સજા કરવા માંગ
વરસોથી દવાખાનું ચલાવતા ડોકટર મહેન્દ્ર ભાઈ તેમના પુત્ર કીશને કરેલ કૂત્ય કલંક રૃપ છે. ડોકટરના દવાખાનામાંજ મહિલા દર્દીઓ સાથે અશ્લીલ હરકતો કરવામાં આવી તેવા વિડીયો વાયરલ થાય છે. ડોકટરજ આવું કરેતો કોના ઉપર ભરોશો રાખવો અન બંને બાપ દિકરાને જાહેરમાં ફાંસીની સજા કરવામાં આવે તો આવા બનાવો બનતા અટકે તેવું લોકોએ જણાવ્યું હતું.