Get The App

ભાજપ શાસિત પાટણ પાલિકામાં ભાજપના જ આગેવાનોએ વિરોધનો શૂર ઉઠાવ્યો

- સંગઠનના નેતાઓએ આવેદન આપ્યું

- ભાજપના નેતાઓએ ભાજપના જ પાલિકા પ્રમુખ સામે બળવો કર્યોઃ લોકોના કામ થતા નથી તેવા આક્ષેપ

Updated: Jun 14th, 2020

GS TEAM

Google News
Google News
ભાજપ શાસિત પાટણ પાલિકામાં ભાજપના જ આગેવાનોએ વિરોધનો શૂર ઉઠાવ્યો 1 - image

પાટણ,તા.13 જૂન 2020, શનિવાર

વિકાસના મંત્ર સાથે પાલિકામાં સત્તાની ભાગીદારીનો લાભ ઉઠાવતા ભાજપના જ સભ્યો સામે ભાજપ સંગઠને જ ચીફ ઓફિસરને વિકાસના કામોને લઈ આવેદનપત્ર આપતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભાજપ સંગઠનના આગેવાનોએ આજે પાટણ પાલિકાના ચીફ ઓફીસરને પાટણના અધુરા રહેલા કામો તેમજ અન્ય વિકાસના કામોને સત્વરે પુરા કરવા આવેદન આપ્યું હતું. આ આવેદનપત્રમાં સત્તાધારીપક્ષના ચેરમેન પણ હાજર રહ્યા હતા. ત્યારે આવેદનમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

આ બાબતે પાલિકાના વિપક્ષ નેતા ભરત ભાટિયાએ સત્તાધારી પક્ષ તેમજ ભાજપ સંગઠનની ટીકા કરતો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે પાટણ પાલિકા ભાજપની અને પ્રજાજનોના કામ ન થતા ભાજપ સંગઠને આવેદનપત્ર આપવું પડે એ શરમજનક બાબત કહેવાય તેમ છે. વહિવટી તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ પર પ્રમુખ અને ભાજપના ચેરમેનનો કોઈ અંકુશ ન હોઈ પાટણ શહેરની પ્રજા ભૂગર્ભ ગટર, પીવાના ગંદા દુર્ગંધ મારતા પાણી, સ્ટ્રીટ લાઈટને મોડા ચાલુ કરી સવારે ૫ કલાકે બંધ કરી મળતીયા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાની કામગીરીથી અને તૂટેલા રોડ-રસ્તાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ભાજપના સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના ચાલુ ચેરમેનોએ ભાજપની સત્તા હોય અને કામ કરવા માટે આવેદનપત્ર આપવું પડે એ શરમજનક ભાજપ માટે કહેવાય. જો ભાજપની સત્તા નગરપાલિકામાં હોય અને ભાજપના કોર્પોરેટર અને હોદ્દેદારોના કામ ન થતા હોય તો પાટણની પ્રજાની પીડા કેટલી હશે તે જાણી શકો છો.

Tags :