રાધનપુરમાં પિતા પુત્રનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ
- મુંબઇથી ટેમ્પો ટ્રાવેલ્સમાં બહેનને ત્યા આવ્યા હતા
- મારૃનંદન સોસાયટીને સેનેટાઇઝ કરાઇઃ પરિવારના સાત સભ્યોને કોરોન્ટાઇન કરાયાઃ સમાચાર જાણી બેહોશ થયેલ બહેનને સારવાર માટે ખસેડાયા
રાધનપુર તા.18 મે 2020, સોમવાર
પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધવા પામ્યો છે. જિલ્લાના રાધનપુર ખાતે મુંબઇથી આવેલા પરીવારના નવ લોકોમાંથી પીતા પુત્રનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા સ્થાનિક તંત્રએ સાવચેતીના પગલે સોસાયટીમાં સેનેટાઇઝેશનની કામગીરી હાથધરી હતી.
મુંબઇમાં કોરોનાના દર્દીઓમાં દીન પ્રતીદીન વધારો થતાં મુંબઇમાં વસતા લોકોએ કોરોના કહેરથી બચવા વતનની વાટ પકડી છે. આવોજ એક પરીવારના નવ સદસ્યો કોરોનાથી બચવા તા.૧૬મી મેના રોજ મુંબઇથી ટેમ્પો ટ્રાવેલ્સ ભાડે કરીને રાધનપુર હાઇવે પર આવેલ મારૃતી નંદન સોસાયટીમાં રહેતા બહેનના ઘેર આવ્યા હતા. મુંબઇથી આવેલા પરીવારના સદસ્યોના રીપોર્ટ ેલવામાં આવ્યા હતા. જેમાં પીતા અને પુત્રનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા બંન્ને જણને ધારપુર ખાતે લઇ જવા માં આવ્યા હતા. જ્યારે ભાઇ અને ભત્રીજાને કોરોના થયો હોવાના સમાચારથી બહેનને ચક્કર આવતા પડી જતા હાડકામાં તકલીફ થઇ હતી તેમને પણ તાત્કાલિક એબ્યુલન્સ દ્વારા પાટણ ધારપુરખાતે રીર્ફર કરવામાં આવ્યા હતા. જ્યારે ઘરમાં રહેલા બાકીના સાત સદસ્યોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ફેસીલીટી કોરોનટાઇન કરવામાં આવ્યા હતા.
જ્યારે મારૃતી નંદન સોસાયટીમાં મુંબઇથી આવેલા પીતા પુત્રનો રીપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્યની ટીમ પોલીસ અને નગર પાલિકાનો સ્ટાફ સોસાયટીમાં પહોચ્યો હતો. અને સોસાયટીમાં સેનેટાઇઝેશનની કામગીરી નગર પાલિકા દ્વારા કરવામાં આવી હોવાનું પાલિકાના સુપરવાઇઝર વિક્રમણભાઇ જણાવ્યુ હતું. જ્યારે આરોગ્યની ટીમ દ્વારા મારૃતી નંદન સોસાયટીમાં સર્વેલેન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.