પાટણમાં ત્રણ પુરુષ અને એક મહિલા સહિત ચારને કોરોના પોઝિટિવ
- શહેરમાં કોરોના રોકેટ ગતિએ પ્રસર્યો
- જિલ્લામાં શંકાસ્પદ 189 દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ પાટણ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 148 થયા
પાલનપુર, તા.21 જૂન 2020, રવિવાર
પાટણ શહેરમાં એક સાથે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જેમાં શહેરમાં ત્રણ પુરુષ સહિત એક મહિલા કોરોનામાં સપડાયા હતા. જોકે પોઝિટિવ આવેલ ચારેય દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય લોકલ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ પાટણ શહેરમાં કુલ ૬૮ પોઝિટિવ કેસ થઈ ગયા છે. જ્યારે પાટણ જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો ૧૪૮ પર પહોંચી ગયો છે.
પાટણ શહેરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. જેમાં શનિવાર સાંજ સુધી શહેરમાં કુલ ૬૪ કેસ પોઝિટિવ નોંધાયા હતા. ત્યારે રવિવારે વહેલી સવારે ત્રણ પુરુષ અને એક મહિલા સહિત ચારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં કોરોનાના કુલ ૬૮ કેસ પોઝિટિવ થઈ ગયા છે. જેમાં પાટણ શહેરમાં ઘીવટો પાસેના ખીજડાનો પારો વિસ્તારના ૭૫ વર્ષીય પુરુષને તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ એજ વિસ્તારના ૬૦ વર્ષીય મહિલાને તાવ અને શરીરમાં દુઃખાવો થતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો છીંડીયા દરવાજા અંબાજી માત ાચોક પાસે આવેલ વચલો માઢમાં રહેતા ૭૦ વર્ષીય વૃધ્ધને ખાંસી અને અશક્તિ હોવાના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે બાબુના બંગલા પાસે રહેતા ૭૩ વર્ષીય વૃધ્ધને પણ શ્વાસ લેવામાં તકલીફ પડતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં બંને દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં કુલ પોઝિટિવ કેસ ૬૮ થઈ ગયા છે અને પોઝિટિવ આવેલ તમામ દર્દીઓના પરિવારના સભ્યોને ક્વોરોન્ટાઈન કરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.