ગુડ ન્યુઝઃસિધ્ધપુર તાલુકાના સાત દર્દીઓનો રીપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઇ
- કોરોના કહેર વચ્ચે રાહત આપતા સમાચાર
- સાત દર્દીઓ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે જંગ જીતી જતા જિલ્લામાં ખુશીની લહેર
સિધ્ધપુર તા. 17 એપ્રિલ, 2020, શુક્રવાર
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં કોરોનાના ૧૫ જેટલા
દર્દીઓ નોંધાતા પરિસ્થિતિ વધુ વિસ્ફોટક અને ભયાવહ બની હતી. જ્યારે આ અયાવહ
સ્થિતિમાં તાલુકાને લોકડાઉન વચ્ચે સીલ કરી દેવામાં આવ્યું હતું. જેથી આ કોરોના
વાયરસનું સંક્રમણ થતું અટકે. જેમાં આજરોજ ૧૫ પોઝિટીવ દર્દીઓમાં થી એકનું મોત
નીપજ્યું હતું. જેમાં ૧૩ પોઝિટીવ દર્દીઓને ધારપુર હોસ્પિટલ પાટણ ખાતે આઇસોલેશનમાં
સારવાર હેઠળ મુકવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૫ માંથી એકનું મોત નીપજ્યું છે.
જ્યારે પહેલા ચાર અને આજે સાત ને રજા આપવામાં આવતા કુલ ૧૧ને રજા અપાતા ૩ પોઝિટીવ
દર્દીઓ હવે સારવાર લઇ રહ્યા છે.
જેમાંથી પહેલા ચાર વ્યક્તિઓને કોરોના વાયરસના
રીપોર્ટ સારવાર બાદ રિજલ્ટ નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવ ીહતી. તેમજ આજરોજ તે
૧૩ પોઝિટીવ કેસમાંથી સાત દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેમાં જિલ્લામાં ખુશીની
લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે આ સાતેય વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામના સાત
દર્દીમાં ચાર પુરૃષ ઉ.વ.૮૩,૬૦,૨૮,૨૭ તેમજ ત્રણ મહિલા દર્દીમાં ઉ.વ.૫૫,૫૪ અને ૨૦
વર્ષીય દર્દીઓને કોરોના વાયરસના રિજલ્ટ સમયસર સારવાર મળતા તેમનો રિપોર્ટ નેગેટિવ
આવતા આ સાત દર્દીઓને પાટણ ધારપુર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં
હોસ્પિટલના સ્ટાફ અને ડોકટર દ્વારા કોરોના સામે જંગ જીતનાર ચારેયને તાળીઓના
ગડગડાટથી વધાવી લઇ વિદાય આપી હતી.
ચાર પુરુષ અને ત્રણ મહિલાઓને રજા અપાઈ
સિધ્ધપુરમાં પોઝિટિવ આવેલ ૧૫માંથી સાત લોકોને રજા આપવામાં
આવી હતી. જેમાં ૮૭ વર્ષીય, ૬૦ વર્ષીય અને ૨૭ વર્ષીય પુરુષ જ્યારે
૫૫ વર્ષીય, ૫૪ વર્ષીય અને ૨૦ વર્ષીય મહિલા સહિત સાત લોકોને સ્વસ્થ
થતા રજા આપવામાં આવી છે.