Get The App

રાધનપુરમાંથી 25 હજારના વિદેશી દારૃ સાથે બે બુટલેગરોને ઝડપ્યા

- બનાસકાંઠાના જાસનવાડા ગામથી દારૃ મંગાવી વેપલો કરતા હોવાનું ખુલ્યું

Updated: Jun 24th, 2022

GS TEAM


Google News
Google News
રાધનપુરમાંથી 25 હજારના  વિદેશી દારૃ સાથે બે બુટલેગરોને ઝડપ્યા 1 - image

રાધનપુર,તા.23

રાધનપુર શહેરના મીરા દરવાજા ગંજ બજાર રોડ પર આવેલ રહેણાંક મકાન માં વિદેશી દારૃનો અડ્ડો ચાલતો હોવાની બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં વિદેશી દારૃ અને બિયર સાથે બે ઇસમોને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાધનપુર શહેરના મીરા દરવાજા ગંજ બજાર રોડ પર આવેલ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે અને રાજ્યોમાંથી વિદેશી દારૃનો જથ્થો મંગાવી વેચાણ કરવામાં આવતો હોવાની  બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે તા.૨૩ મી જૂનના રોજ મીરા દરવાજા ગંજ બજાર રોડ પર આવેલ જયેશ કરસનભાઈ ઠાકોરના મકાનમાં રેડ કરી હતી.

રેડ દરમિયાન પોલીસને ઘરમાંથી વિદેશી દારૃ તેમજ બિયરની ૧૨૦ બોટલો મળી આવી હતી. વિદેશી દારૃનો વેપલો કરતા જયેશ કરસનભાઈ ઠાકોર તથા મનીષ રમેશભાઈ ઠાકોરને પોલીસે રૃપિયા ૨૫૨૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ વિદેશી દારૃ તેઓને બનાસકાંઠા જિલ્લાના જાસનવાડા ગામના મુકેશભાઈ પૂરો પાડતા હોવાનું પોલીસ પૂછપરછ દ્વારા આરોપીએ જણાવતા પોલીસે ત્રણેય ઇસમો સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :