પાટણ, તા.૩૦ ઓકટોમ્બર ૨૦૧૮, મંગળવાર
પાટણ જિલ્લામાં વર્ષ ર૦૧૯ માં યોજાનાર લોકસભાની ચૂંટણીના પડઘમ
શરૃ થઈ ગયા છે. ચૂંટણીતંત્ર દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આગામી
લોકસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર નવી ટેકનોલોજીવાળા એમથ્રી પ્રકારના નવા
ઈવીએમ મશીનો તંત્ર પાસેથી મંગાવી લેવામાં આવ્યા છે જેમાં હાલમાં સરસ્વતી તાલુકાના પંચાયત
ભવન ખાતે નંબરોની ચકાસણી શરૃ કરાઈ હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.
ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના મળી કુલ સાત બેઠકો માટે વર્ષ ર૦૧૯ માં માર્ચ અને એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાવાની શકયતાઓ વર્તાઈ રહી છે. જેને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રજાનો લોકસંપર્ક શરૃ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લાની ચાણસ્મા, પાટણ, સિધ્ધપુર અને રાધનપુર
મળી કુલ બેઠકો તેમજ બનાસકાંઠાની વડગામ અને કાંકરેજ તેમમજ મહેસાણા જિલ્લાની ખેરાલુ બુઠક
મળી કુલ સાત બેઠકોનો લોકસભાની ચૂંટણીમાં સમાવેશ થાય છે.
પાટણ જિલ્લાની બેઠક માટે ૧ર૩૦ મતદાન મથકો પર મતદાન યોજાશે. ચૂંટણી
માટે ૧૯૧૦ બેલેટ યુનિટ અને ૧૬૦૦ કંટ્રોલ યુનીટ ફાળવી દેવામાં આવ્યા છે. જયારે જિલ્લાની
ચાર બેઠકો પર મતદાન પ્રક્રિયા માટે ૧૬૦૦ વીવીપેટ
મશીનની માંગણી કરવામાં આવી છે.
ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પાટણ જિલ્લા ચુંટણીતંત્ર
દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.


