મોઢેરા પોલીસ મથકમાંથી જ ડિટેઈન બાઈક ગઠિયો ચોરી ગયો
હારીજ પાસેથી ચોરાયેલું બાઈક તો મળ્યું પણ સ્પેરપાર્ટસને નુકસાન થતાં જિલ્લા પોલીસવડાને રજૂઆત કરાઈ
ચાણસ્મા,
તા. 12 અોકટોમ્બર,
2018, શુક્રવાર
મોઢેરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક ઝુંબેશના
ભાગરૃપે ગત તા. ૨૭-૯-૧૮ના રોજ મોઢેરા ગામના એક વ્યક્તિનું બાઈક લાયસન્સ ન હોવાથી
પોલીસે ડીટેઈન કર્યું હતું. ત્યારબાદ આર.ટી.ઓ. કચેરીનો મેમો ભરી બાઈક ચાલક પોતાનું
બાઈક છોડાવવા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યારે પોલીસે તેની બાઈક પોલીસ
સ્ટેશનમાંથી જ ચોરાઈ ગયું હોવાની હકીકત રજુ કરતાં તેમજ છેલ્લે આ બાઈકને મોટું
નુકસાન કર્યું હોવાની હકીકત અરજદારને જાણ થતાં તા. ૧૧-૧૦-૧૮ના રોજ મહેસાણા પોલીસ
અધિક્ષક સમક્ષ એક અરજી પાઠવી સ્થાનિક પોલીસ વિરુધ્ધ તપાસ કરવાની માગણી કરતા
પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મોઢેરા ગામના સોલંકી દશરથજી ચમનજીનું મોટરસાયકલ તા. ૨૭-૯-૧૮ના રોજ સોલંકી મયુરસિંહ
હનુજીને અંગત કામે આપેલ હતું અને તેઓ બાઈક લઈ પસાર થતા હતા ત્યારે ડ્રાઈવિંગ
લાયસન્સ ન હોવાના કરાણે સ્થાનિક પોલીસે કલમ ૨૦૭ મુજબ ડીટેઈન કર્યું હતું.
પોલીસના મેમાના આધારે માલિકે પાટણ આરટીઓ કચેરીમાં તા.
૮-૧૦-૧૮ના રોજ દંડની રકમ રૃા. ૨૪૦૦ ેભરી દઈને રસીેદ સાથે પોલીસ સ્ટેશને બાઈક લેવા
જતાં પોલીસ સ્શનમાં બાઈક હતું નહીં અને સ્થાનિક પોલીસે તેમનું બાઈક અહીંથી ચોરાઈ
ગયું હતું.
અને તપાસને અંતે હારીજ ખાતેથી મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું.ફરિયાદીના આક્ષેપમાં જણાવ્યા મુજબ બાઈકની પેટ્રોલની ટાંકી તોડી નાખેલ, નંબર પ્લેટ પણ તોડીને તેમજ બાઈકને નુકસાન પહોંચાડેલ હોવાથી પોલીસ સ્ટેશનમાંથી કબજો લેવાનો ઈન્કાર કરી તા. ૧૧-૧૦-૧૮ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપી સ્થાનિક પોલીસ તેમજ તેમની બેદરકારીના આક્ષેપની તપાસ માટે અરજ કરતાં પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે.