Get The App

ભાજપ મહામંત્રીએ બંધૂકથી હવામાં ફાયરીંગ કરતા ચકચાર

- હારીજમાં વિડીયો વાયરલ થયો

- લગ્નના વરઘોડામાં ભાજપના આગેવાને જાહેરમાં બંધૂકમાંથી બે વાર ભડાકો કર્યો

Updated: Feb 7th, 2020

GS TEAM

Google News
Google News
ભાજપ મહામંત્રીએ બંધૂકથી હવામાં ફાયરીંગ કરતા ચકચાર 1 - image

રાધનપુર,તા.06 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર

પાટણ જિલ્લાના હારીજ ખાતે લગ્ન પ્રસંગના વરઘોડામાં ભાજપના આગેવાને જાહેરમાં બે નાળવાળી બંદૂકમાંથી ભડાકા કર્યાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. જાહેરમાં ગોળીઓ છોડતા ભાજપના આગેવાન સામે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે કે નહી તે બાબતે લોકોમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડયું હતું.

હારીજ શહેરમાં ભાજપના એક આગેવાનના દિકરાના વરઘોડા સમયે શહેર ભાજપના મહામંત્રી અને માર્કેટયાર્ડના ડીરેક્ટર આર.કે.ઠાકોર દ્વારા બે નાળવાળી બંદૂકમાંથી જાહેરમાં ફાયરીંગ કરતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. સત્તાધારીપક્ષના આગેવાન દ્વારા લગ્ન પ્રસંગના વરઘોડામાં લોકો વચ્ચે જાહેર રોડ પરફાયરીંગ કર્યાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા હારીજ પોલીસ સામે સવાલો ઉભા થયા હતા. ભાજપના મહામંત્રી દ્વારા બંદૂકમાંથી જાહેરમાં કરવામાં આવેલ ફાયરીંગની ઘટનામાં બૂદક કોની હતી તે પણ તપાસનો વિષય બનવા પામ્યો છે. લગ્ન પ્રસંગે જાહેરમાં લોકો વચ્ચે ફાયરીંગ કરનાર ભાજપના આગેવાનનો વિડીયો સોશ્યલ મિડીયામાં ફરતો થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. સત્તાના નશામાં ચકચુર બનેલા ભાજપના આગેવાન સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે પછી પોલીસ દ્વારા તપાસનું તીકડમ ભજવવામાં આવશે એતો આવનારો સમય જ બતાવશે.

Tags :