Get The App

બિહારની છાત્રા 1630 કિમી.નું અંતર કાપી પટણાથી પાટણ પરીક્ષા આપવા આવી

- નીટની પરીક્ષાના ફોર્મમાં પરીક્ષા સેન્ટર પટણાના બદલે ભુલથી પાટણ સિલેક્ટ થઈ જતાં આવવું પડયું

Updated: May 4th, 2019

GS TEAM

Google News
Google News
બિહારની છાત્રા 1630 કિમી.નું અંતર કાપી પટણાથી પાટણ પરીક્ષા આપવા આવી 1 - image

પાલનપુર, તા. 03 મે 2019, શુક્રવાર

બિહારના પટણાની છાત્રાને નીટની પરીક્ષા ફોર્મમાં એક ભૂલને લઈ પટણાથી પાટણ સુધી ૧૬૦૦ કિમી.નું અંતર કાપી પરીક્ષા આપવા આવવું પડયું હતું ત્યારે પરીક્ષાના બે દિવસ પહેલા જ પરીક્ષા સેન્ટર પર આવી પહોંચતા મજબુરીએ છાત્રાને બે દિવસ પાટણમાં રોકાણ કરી પરીક્ષા આપવાની ફરજ પડી છે.

પાટણ શહેરમાં અગાઉ પણ નીટની પરીક્ષા સમયે પટણાના છાત્રોને ભૂલથી પરીક્ષા સેન્ટર પાટણ થઈ જતા તેમને પરીક્ષા આપવા પાટણ આવવું પડયું હતું ત્યારે ફરી બિહારના સહરસા ડિસ્ટ્રીક્ટની એક મેડિકલની છાત્રા ખુશ્બુકુમારીએ પટણા ખાતે સાઈબર કાફેમાંની નીટની પરીક્ષાનું ફોર્મ ભરાવ્યું હતું. તે સમયે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પરીક્ષા સેન્ટરની પસંદગીના ઓપરેશનમાં બિહારના પટણાના બદલે ભુલથી પાટણ  સિલેક્ટ કરી દેતા રાજ્યમાં આગામી 5 મે ના રોજ યોજાનાર નીટની પરીક્ષામાં ખુશ્બુકુમારીનો નંબર પાટણ આર્ટસ કોલેજ ખાતે આવતા પટનાથી ૧૬૩૦ કિ.મી. દૂર પરીક્ષા આપવા માટે આવવું પડયું છે અને ત્રણ દિવસનો સફર કરી શુક્રવારના રોજ પિતા-પુત્રી બન્ને સેન્ટર શોધતા શોધતા પાટણ આર્ટસ  કોલેજ ખાતે પહોંચ્યા હતા. પરંતુ પરીક્ષા ૫ મે ના રોજ યોજાનાર હોય,  પિતા-પુત્રી બન્ને બે દિવસ પાટણમાં રોકાણ કરવા માટે મજબુર બન્યા હતા અને બે દિવસ રોકાણ કર્યા બાદ 5 મે નારોજ પરીક્ષા આપી પરત ઘરે રવાના થશે.

પરીક્ષા માટે અમારે 8 દિવસનો પ્રવાસ કરવો પડયો છે

પટનાથી પાટણ પોતાની પુત્રીને પરીક્ષા અપાવવા આવેલા પિતા દિપક ગુપ્તાએ જણાવ્યું હતું કે ખુશ્બુકુમારીએ પરીક્ષા આપવા માટે ૩૦ એપ્રિલના રોજ અમે ઘરેથી પાટણ ખાતે આવ્યા હતા અને ત્રણ દિવસનો પ્રવાસ ખેડી પાટણ પહોંચ્યા છીએ, પરંતુ પરીક્ષા હજુ બે દિવસ બાદ હોય રોકાણ કરવાની  ફરજ પડી છે અને પરીક્ષા આપ્યા બાદ ફરી ત્રણ દિવસ ટ્રેનનો પ્રવાસ કરી પરત ઘરે જઈશું. દીકરીને પરીક્ષા અપાવવા પાછળ મારે દસ હજાર જેટલો ખર્ચ થશે તો પાટણથી પટણા સુધીની સફરમાં અનેક મુશ્કેલીઓ પડી છે.

પરીક્ષા માટે પટણાથી પાટણની સફર કરી

પરીક્ષાર્થી ખુશ્બુએ જણાવ્યું હતું કે ફોર્મ ભરવામાં કોમ્પ્યુટરવાળાએ ભુલથી પટનાને બદલે પાટણ સિલેક્ટ કરી દીધું હતું. મારે પરીક્ષાની રિસીપ્ટ આવી ત્યારે મને જાણ થઈ કે આ પટના નહીં પણ ૧૬૩૦ દૂર પરીક્ષા સેન્ટર આવ્યું છે. મેં હેલ્પલાઈન પર અનેક ફોન કર્યા, પરંતુ કોઈ જવાબ ના મળતા અંતે ભવિષ્યનો સવાલ હોઈ મારા પિતા સાથે હું ૧૬૩૦ કિ.મી. દૂર પરીક્ષા આપવા આવી છું. મારું એટલું જ કહેવું છે કે બીજા રાજ્યના છાત્રોની ફોર્મમાં ભુલ થાય તો પણ તેમને સેન્ટર ફાળવતા સમયે ચેક કરવું જોઈએ જેથી અમારે મુશ્કેલી વેઠી આટલા દૂર પરીક્ષા આપવા આવવું ના પડે તે નીટ પરીક્ષાઓ લેનારને સમજવું જોઈએ.

Tags :