યાત્રાધામ મોઢેરામાં અંતે તંત્રએ નવુ બસ સ્ટેન્ડ બનાવવા દબાણો દુર કર્યા
- છેલ્લા એક વર્ષથી મંજુરી મળી ગઇ હતી
બે કરોડના ખર્ચે બસ સ્ટેન્ડનું નિર્માણઃ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝંબેશ
ચાણસ્મા તા.24 જાન્યુઆરી 2020, શુક્રવાર
સમગ્ર ગુજરાતમાં શિલ્પ-સ્થાપત્ય કલાના અજોડ નમુના માટે સુવિખ્યાત
મોઢેરા ખાતે છેલ્લા એકાદ વર્ષથી અદ્યતન બસ સ્ટેશન બનાવવાની મંજુરી મળી હતી. પરંતુ કેટલાક
સ્થાનિક રાજકીય આગેવાનોની ભલામણના કારણે બસ સ્ટેન્ડના દબાણો દુર કરવામાં સ્થાનિક સરકારી
તંત્ર આંખ આડા કાન કરતું હતું. આજે આઝાદીના ૭૧ વર્ષના વ્હાણાં વાયા બાદ બસ સ્ટેન્ડમાં
સંપૂર્ણ સુવિધા વાળુ બસ સ્ટેન્ડ વાળુ કરવા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામા ંઆવી
હતી.
મોઢેરા ખાતે આવતા પ્રવાસીઓ માટે બસ સ્ટેન્ડની કોઇ સગવડ ન
હતી. વર્ષોથી ખખડધજ પીકઅપ સ્ટેન્ડ હાડપિંજરની જેમ ઉભું હતું. અહીથી રોજ બરોજ ૨૦૦
કરતાં પણ વધારે વસ ચલાવવામાં આવતી હતી. વર્ષે દહાડે સુર્યમંદિર તેમજ માતંગી
માતાજીના દેવસ્થાને યાત્રિકો મોટી સંખ્યામાં પધારતા હતા. શ્રાવણી અમાવસ્યાએ મોટા
લોકમેળો પણ ભરાયો હતો. પરંતુ મુસાફરો માટે પુરતી સુવિદ્યાવાળા બસ સ્ટેન્ડની
વર્ષોથી ખોટ વર્તાતી હતી. હાલની બસ સ્ટેન્ડની હદમાં આશરે ૫૦કરતાં પણ વધારે
કાચાં-પાકા દબાણોએ ભરડો લીધો હતો. જેના પરિણામે એકાદ વર્ષથી મંજુર થયેલું બસ
સ્ટેન્ડનું કામ શરૃ કરી શકાતું ન હતું. તેની સામે ધારાસભ્ય એ રજુઆત કરતાં આજે
સરકારી વહીવટી તંત્ર, સ્થાનિક
ગ્રામ પંચાયત અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત નીચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ
હતી.શરૃઆતમાં દરાણ અંગે વિવાદ થતાં સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.
અંદાજીત રૃ.આશરે બે કરોડના ખર્ચે આ બસ સ્ટેન્ડનું બાંધકામ
કરવામાં આવનાર છે. વર્ષોથી લોકો તેમજ યાત્રિકો જેની રાહ જોઇ રહ્યા હતા. તેવા બસ
સ્ટેન્ડનું કામકાજ શરૃ કરવામાં આવતા સ્થાનિક જનતામાં હર્ષની લાગણી ફેલાઇ છે. દબાણો
દુર કરવાની આપવામાં આવેલ છેલ્લી નોટિસની મુદ્દત આજે ૨૪મી જાન્યુઆરીના રોજ પુરી થઇ
ગઇ હતી. કેલાક દબાણદારોએ જાતેજ દબાણો અગાઉથી ખુલ્લા કરી દઇ તંત્રને સહકાર આપ્યો
હતો. પરંતુ બસ સ્ટેન્ડની સામે આવેલ ચંદ્રલોક સોસાયટીની આગળના દબાણદારોએ પોતાનાં
દબાણો પણ દુર કરવા દબાણદારોને બે કલાક માટે આખરી મહેનત આપી હતી અને ત્યારબાદ તમામ
દબાણો દુર કરવાની કામગીરી કોઇપણ જાતના વિઘ્નવિના પાર પાડવામાં આવી હતી.