Get The App

પાટણ નગરપાલિકાના સદસ્યની ત્રીજા સંતાનના મામલે ધરપકડ

- ખોટા પ્રમાણપત્ર રજુ કરી ચૂંટણી લડયા હતા

- સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચતા વિવાદ સર્જાયો હતો

Updated: Nov 28th, 2019

GS TEAM

Google News
Google News
પાટણ નગરપાલિકાના સદસ્યની ત્રીજા સંતાનના મામલે ધરપકડ 1 - image

પાટણ, તા. 27 નવેમ્બર 2019, બુધવાર

ત્રીજા સંતાનની ખોટી માહિતી આપવા બદલ અરજદારે કરેલ કેસ સંદર્ભે પાટણ પોલીસે પાટણ નગરપાલિકાના સદસ્યની મોડી રાત્રે ધરપકડ કરી બુધવારે કોર્ટમાં રજુ કરતા આજે દિવસ દરમ્યાન આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને પાટણ પાલિકા વધુ એકવાર ચર્ચામાં આવી છે.

સમગ્ર બનાવની વિગત જોઈએ તો ૨૦૧૫માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ તેમાં પાટણ નગર સેવા સદનની પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં. ૧૧ માં કોર્પોરેટર તરીકે દિનેશભાઈ સેંધાભાઈ પટણીએ ઉમેદવારી કરી હતી અને તેઓ ચુંટાયા હતા. જોકે આ ઉમેદવારીમાં જે ફોર્મમાં વિગતો ભરી હતી તેમાં ત્રીજા સંતાનની માહિતી છુપાવી હતી અને જન્મ તારીખમાં સુધારા વધારા કરેલ તેવી અરજી એક સ્થાનિક અરજદારો ઈશ્વરભાઈ રગનાથભાઈ પટણીએ પાટણ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા આઈપીસી ૪૬૫-૪૬૭ કલમ  મુજબ ગુના નં ૭૧-૧૬ મુજબ પોલીસે ગુનો નોંધ્યો હતો અને તેની સામે દિનેશભાઈ પટણીએ પોલીસ કોઈ કાર્યવાહી ના કરે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોરીંગ પીટીશન દાખલ કરી હતી. જેમાં એફઆઈઆર રદ્ કરવા અને કોઈ કાનુની  કાર્યવાહી નહીં કરવા જણાવતા હાઈકોર્ટે મનાઈહુકમ આપ્યો હતો. આ સ્ટે સામે પાટણ પોલીસે અરજીને હાઈકોર્ટમા ંપડકારી હતી અને આ કેસ હાઈકોર્ટમાં ચાલી ગયેલ અને એફઆઈઆર રદ્ કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી ્ અને સ્ટે ઉઠી જતા દિનેશભાઈ પટણી સામે કાનુની કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો બન્યો હતો અને ગતરાત્રીના સમયે દિનેશ પટણી અને તેમની પત્નીની ધરપકડ  કરવામાં આવી હતી.

Tags :