Get The App

પાટણ જિલ્લામાં સંભવિત વાયુ વાવાઝોડાના પગલે એલર્ટ

- કચ્છના રણકાંઠે આવેલા 20 ગામડાઓમાં અસર થવાની સંભાવના

- પંથકમાં દિવસભર વરસાદી માહોલ છવાયો, વાતાવરણમાં ઠંડક પ્રસરતાં રાહત

Updated: Jun 16th, 2019

GS TEAM

Google News
Google News
પાટણ જિલ્લામાં સંભવિત વાયુ વાવાઝોડાના પગલે એલર્ટ 1 - image

પાલનપુર,તા.15 જૂન 2019, શનિવાર

પાટણમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. આને વહેલી સવારથી જ આકાશમાં વરસાદી માહોલ સર્જાયા બાદ બપોરના સમયે થોડા સમય માટે વરસાદી ઝાપટું વરસતા થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ફરી ભારે ગરમીનો ઉકળાટ થતા લોકો અકળાયા હતા.

પાટણમાં વાયુ વાવાઝોડુ ફૂંકવાની અસર વચ્ચે બુધવારના રોજ રાત્રે ફૂંફાડા મારતા પવન સાથે જિલ્લામાં ૧૧૨ મીમી વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ વાયુ વાવાઝોડાએ દિશા બદલતા રાજ્ય પરથી ખતરો ટળ્યો હતો પરંતુ ત્યારબાદ વાયુ વાવાઝોડાની અસરને લઉ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં મેઘકહેરની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે શનિવારના રોજ પાટણ શહેરમાં વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા અને ઠંડા પવન ફૂંકાતા વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે અંતે બપોરના એક વાગ્યાના અરસામાં પાટણ શહેરમાં મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી હતી અને થોડા સમય માટે વરસાદી ઝાપટું વરસતા શહેરના હાઈવે સહિત રહેણાંક વિસ્તારોમાં સામાન્ય પાણી રેલાયા હતા અને વરસાદને લઈ લીલીછમ જમીન અને વૃક્ષોને લઈ વાતાવરણ ખીલી ઉઠયું હતું. તો વરસાદ થોડા સમય પૂરતો વરસી હાથતાળી આપતા ફરી શહેરમાં વાતાવરણમાં ઉકળાટ જોવા મળ્યો હતો. ગરમીને લઈ લોકોએ અકળાતા મેઘરાજાને મહેરબાન થવા વિનંતી કરતા જોવા મળતા હતા.

કોઈપણ ઘટના બને તો જિલ્લા કક્ષાએ જાણ કરવા તાકીદ કરાઈ

કચ્છ જિલ્લાના રણકાંઠાના સરહદે પાટણના સમી અને સાંતલનપુર તાલુકાના ૨૦ જેટલા ગામો આવે છે ત્યારે આ વાવાઝોડાને લઈ આ ગામોમાં પણ અસર થવાની સંભાવના નકારી શકાય તેમ ના હોય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૃપે સ્થાનિક તંત્રને એલર્ટ રહી કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કક્ષાએ જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

દરેક તાલુકામાં કન્ટ્રોલ રૃમ કાર્યરત

પાટણ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર હિતેશ રાવલ દ્વારા જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈ અસર થવાના હવામાનના સંકેત નથી. જેથી હાલમાં કોઈ અધિકારીઓની બેઠક બોલાવી નથી પરંતુ અધિકારીઓને વરસાદી માહોલને લઈ એલર્ટ રહેવા જાણ કરાઈ છે તેમજ જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદને લઈ કન્ટ્રોલ રૃમ કાર્યરત કરાયા છે. જેના થકી જિલ્લામાં થતી ઘટનાઓ બાબતે તાત્કાલિક માહિત મેળવી તેને પહોંચી વળવા માટેના પગલા લઈ શકાય.

Tags :