સ્નાતક તથા અનુસ્નાતકમાં એટીકેટી પરિક્ષામાં 60 ટકા છાત્રો ગેરહાજર
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની
- 8 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 4 હજાર છાત્રો તો આવ્યા જ નહી
પાટણ,તા.08 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગત ઓક્ટોબર મહિનામાં સ્નાતક અનુસ્નાતક સેમ ૧,૩ અને ૫ની રેગ્યુલર પરિક્ષાઓની સાથે સૌ પ્રથમવાર સ્નાતક અને અનુસ્નાતક સેમ ૨, ૪ અને ૬ની એટીકેટીની પણ પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં ૬૦ ટકા જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષા આપવા માટે જ આવતા પરિક્ષાનું પરિણામ નીચું આવ્યું હતું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અભ્યાસકરતા વિદ્યાર્થીઓના સ્નાતક અને અનુસ્નાતકની ઓક્ટોમ્બર-ડીસેમ્બરની સેમ ૧,૩ અને ૫ની રેગ્યુલરનુ વર્ષ ન બગડે માટે યુનિ. દ્વારા પ્રથમ વાર રેગ્યુલરની સાથે સ્નાતક અને અનુસ્નાતકના સેમ ૨, ૪ અને ૬માં નાપાસ વિદ્યાર્થીઓની એટીકેટીની પરિક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુલ ૨૧૬ પરિક્ષાઓમાંથી ૧૦૮ પરિક્ષાઓ એટીકેટીની લેવામાં આવી હતી. બન્ને પરિક્ષામાંથી ૮ હજાર વિદ્યાર્થીઓએ એટીકેટીની પરિક્ષા માટે ફોર્મ ભર્યા હતા. પરિક્ષા વિભાગ દ્વારા છાત્રોની ઓક્ટોમ્બર મહિનામાં પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં એટીકેટીવાળા ૮ હજાર વિદ્યાર્થીઓમાંથી ૪ હજાર જેટલા છાત્રો પરિક્ષા આપવા જ આવ્યા ન હતા. જેમાં ખાસ કરીને સ્નાતકમાં બીએ, બી.કોમ, બીએસસી અને બીસીએ, બીબીએ, બીઆરએસડબલ્યુ આ અભ્યાસક્રમના કુલ વિદ્યાર્થીઓમાંથી ૬૦ ટકા છાત્રો ગેરહાજર રહ્યા હતા. જેને લઈ યુનિવર્સિટી દ્વારા શુક્રવારે જાહેર કરાયેલ તમામ પરિણામો પૈકી એટીકેટી પરિક્ષાના પરિણામમાં પરિક્ષા આપેલ છાત્રોમાંથી ૧૦ ટકા નાપાસ થતા ફક્ત આશરે ૩૦ ટકા પરિણામ આપતા ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે યુનિ.ના પરિક્ષા નિયામક ર્ડા.મિતુલભાઈ દેલિયાએ જણાવ્યું હતું કે પરિક્ષાના ફોર્મ ભરાયા બાદ યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા બેઠક વ્યવસ્થા સહિત પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપતા પરિક્ષા વિભાગની એક મહિનાની મહેનત વ્યર્થ ગઈ છે. જેથી આગામી પરિક્ષામાં છાત્રો ગેરહાજર ન રહે તે માટે કોલેજોને સુચના અપાશે.