પાટણના બોકરવાડામાંથી રૂ.23.63 લાખના દારૂ સાથે 4 બુટલેગર ઝડપાયા
પાલનપુર,તા.19 જૂન 2020, શુક્રવાર
પાટણ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે બુટલેગરો દારૃની હેરાફેરી તેમજ વેચવામાં સક્રીય થયા છે. જેની વચ્ચે પોલીસે શહેરના બોકરવાડાના રહેણાંક વિસ્તારમાં રેઈડ પાડતા આઈશરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૃની બોટલ નંગ-૭૩૦૮ કિંમત રૃ.૨૩,૬૩,૧૦૦ અને આઈશર મળી કુલ રૃ.૩૩,૬૬,૧૦૦ના મુદ્દામાલ સાથે ૪ શખસોની ઝડપી પાડવામાં આવ્યા હતા અને ચારેય શખસો વિરુદ્ધ પાટણ સીટી એડવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દારૃબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છેની બૂમોપાડવામાં આવી રહી છે. જેની વચ્ચે પાટણમાંથી અધધ રૃ.૨૩.૬૩ લાખનો દારૃ પકડાતા ચકચાર મચી ગઈ છે. અને આટલો બધો દારૃ આવ્યો ક્યાંથી તેવા સવાલો ઉભા થયા છે. જેની વચ્ચે શુક્રવારે પાટણ એલસીબી ખાનગી બાતમી મળતા જેના આધારે પાટણના ફારૃકી કૈયુમુદિન બોકરવાડોવાળાના રહેણાંક વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં આઈશરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૃ બોટલ નંગ-૭૩૦૮ કિ.રૃ.૨૩,૬૩,૧૦૦નો જથ્થો ભંગારના ડેલામાં ઉતારતા સમયે પોલીસ સ્ટાફના ૧૪ જેટલા માણસોએ આઈશર સિહત કુલ રૃ.૩૩,૬૬,૧૦૦નો મુદ્દામાલ સાથે ચાર શખસોને ઝડપી પાડયા હતા અને ઝડપાયેલા ચારેય શખસ વિરુદ્ધ પાટણ સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
૧. ફારૃકી કૈયુમુદ્દીન શરીફુદીન
૨. ફારૃકી મુસ્તકીન ક્યુમુદીન
૩. ફારૃકી જાકીરહુસૈન ઉર્ફે બબલુ નાઝીરહુસૈન
રહે.ત્રણેય પાટણ બોકરવાડો, તા.જિ.પાટણ
૪. ફારૃકી સાહિલ નાઝીર હુસૈન રહે.પાટણ કાલીબજાર તા.જિ.પાટણ