Get The App

જમાતમાં ગેલા 35 લોકો લક્ઝરીમાં રાધનપુર ખાતે આવતા તંત્ર દોડતું થયું

- 8 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા

- જયપુર-આગ્રાથી આવ્યાનું રટણ કરતા તમામ જમાતીઓનું રેફરલ હોસ્પિટલમાં ચેકીંગ કરવામાં આવ્યું

Updated: Apr 1st, 2020

GS TEAM

Google News
Google News
જમાતમાં ગેલા 35 લોકો લક્ઝરીમાં રાધનપુર ખાતે આવતા તંત્ર દોડતું થયું 1 - image

રાધનપુર, તા. 01 એપ્રિલ 2020, બુધવાર

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા ગુજરાતના લોકો પરત ફરતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારના આવા ૩૫ જમાતીઓ લક્ઝરી બસમાં રાધનપુર ખાતે આવી પહોંચતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બસમાં આવેલા લોકોની પુછપરછ કરતા તેઓ જયપુર આગ્રાથી  આવ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ અધિકારીઓને શંકા જતા તમામની સરકારી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી અને બસમાંથી ઉતરેલા રાધનપુરના ૮ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે દિલ્હીના નિઝામુદ્દીનમાં યોજાયેલ તબલિગી જમાતના મકરજ નામના ધાર્મિક કાર્યક્રમમાં ભારત સહિત વિદેશના લોકો હાજરી આપવા માટે ગાય હતા. આ કાર્યક્રમમાંથ ીપરત ફરેલા લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. નિઝામુદ્દીન ખાતે યોજાયેલ મકરજ કાર્યક્રમમાં ગુજરાતના અનેક લોકોએ ભાગ લીધો હતો. જેઓ અલગ અલગ રીતે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા સમગ્ર રાજ્યનું તંત્ર સાબદુ બન્યું હતું અને આવા લોકોની તપાસમાં લાગ્યું હતું. જેમાં રાધનપુર કાતે આવતી લક્ઝરી બસને રોકાવી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. બસમાં બેઠેલા ૩૫માંથી સાત લોકો રાધનપુરના અને એક મેમદાવાદ ગામનો અને આમ રાધનપુર તાલુકાના આઠ અને બાકીના આણંદના હોવાનું માલુમ પડયું હતું. આ તમામ લોકો જયપુર અને આગ્રામાં ફસાયા હોવાનું બસ ચાલકે જણાવ્યું હતું અને બસમાં બનાસકાંઠાના ભાભરના પણ લોકો હતા. તેમને ભાભર ખાતે ઉતારીને રાધનપુર આવ્યા હોવાનું પણ ચાલકે જણાવ્યું હતું. 

જ્યારે આ તમામ લોકો નિઝામુદ્દી ખાતે જમાતમાં ગયા હોવા બાબતે અધિકારીઓને શંકા જતા બસને રાધનપુર રેફરલ હોસ્પિટલ કાતે લાવવામાં આવી હતી અને તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી. જ્યારે બસમાં આવેલા રાધનપુર ના સાત અને એક મેમદાવાદ આમ કુલ તાલુકાના આઠ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે  લક્ઝરી બસમાં આવેલા ૩૫ મુસાફરો જયપુર આગ્રાથી આવ્યા હતા કે નિઝામુદ્દીન ખાતે યોજાયેલ કાર્યક્રમમાંથી આવ્યા હતા તે બાબતને લઈને નગરમાં તરહ તરહની ચર્ચાઓએ જોર પકડયું હતું. જ્યારે લક્ઝરી બસમાં આવેલા રાધનપુરના આઠ લોકોને હોમ કોરોન્ટાઈન કર્યા હોવા બાબતે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

નિજામુદ્દીન ખાતે જમાતમાં ગયેલા લોકોની તપાસ થશે

દિલ્હીના નિઝામુદ્દીન ખાતે યોજાયેલ તબલિગી જમાતના કાર્યક્રમમાં ગુજરાતમાંથી ગયેલા લોકોની યાદી કેન્દ્રમાંથી ગુજરાત સરકારને આપવામાં આવી છે અને કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા તમામ લોકોની તપાસ થશે અને તેના માટે એટીએસને કામે લગાડવામાં આવી હોવાનું એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. 

Tags :