ઐતિહાસિક રાણકીવાવની મુલાકાતે ૧૫૪ વિદેશી પ્રવાસીઓ આવ્યા
-વર્લ્ડ હેરીટેઝ જાહેર કર્યા બાદ પ્રવાસીઓમાં વધારો
૨૫ હજાર ભારતીય પ્રવાસીઓ સાથે દિવાળી ટાણે તંત્રને રૃપિયા ૭૨,૪૦૦નો ચોખ્ખો નફો
પાટણ,
તા. ૧૩ નવેમ્બર, ૨૦૧૮, મંગળવાર
વિશ્વ પ્રસિધ્ધ રાણીની વાવની મુલાકાતે સમગ્ર ભારતમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે હાલ દિવાળી વેકેશનનો માહોલ પાટણની રાણીની વાવને ફળ્યો છે.
પાટણની
રાણીની વાવની મુલાકાતે છેલ્લા ૫ દિવસમાં હજારો પ્રવાસી મુલાકાતે આવ્યા છે. જેને લઈ
રાણીની વાવની આવકમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો.
પાટણની રાણીની વાવની મુલાકાત માટે પ્રવેશ ફી રાખવામાં આવી છે. આર્કિયોલોજીકલ સર્વેએ પ્રવેશ ફી ભારતીય માટે રૃપિયા ૪૦ અને વિદેશીઓ માટે ૩૦૦ રાખી છે.
જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૫ હજાર કરતા વધારે પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં ૧૫૪ વિદેશી
પર્યટકો પણ હતા. વિદેશી ૧૫૪ પ્રવાસીઓએ વિદેશી હુંડિયામણ ૭૨,૪૦૦ કમાવી આવ્યા હતા.
નોંધનીય છે કે પાટણની
આ વિશ્વ વિરાસત યુનેસ્કોમાં સ્થાન પામી હતી અને દેશનું ગૌરવ બનેલ અને ત્યારે આજે ફરી
એકવાર સોને પે સુહાગા અનુસાર પાટણની આ વાવને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જ્યારે વડાપ્રધાન
મોદીની માગણીને ધ્યાને રાખી નવી ૧૦૦ની નવી નોટ પર રાણીની વાવને સ્થાન મળ્યું અને ઘર
ઘર રાણીની વાવ પ્રચલિત બની અને દેશવાસીઓ પણ ૧૦૦ની નોટમાં તો વાવને નિહાળી પણ વેકેશનનો
લાભ લઈ પ્રત્યક્ષ પણ વાવના દર્શન કરી પ્રવાસનનો લાભ લીધો હતો.