પાટણ જિલ્લામાં 129ના સેમ્પલ લેવાયા, 114 નેગેટિવ, 14 પોઝિટિવ રિપોર્ટ, 1 રિપોર્ટ પેન્ડીંગ
- કોરોના સંક્રમિત 12 કેસો પોઝિટિવ આવતાં, નેદ્રામાં ડીસ ઈન્ફેક્શન સાવરની વ્યવસ્થા
પાલનપુર,તા.12 એપ્રિલ 2020, રવિવાર
સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાં પાટણ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન અને સહકારથી ડીસ ઈન્ફેક્શન શાવર યુનિટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં નેદ્રા ગામમાં ફરજ પર આવતા તમામ બંદોબસ્ત પરના અધિકારી-કર્મચારીઓને ફરજિયાત આમાંથી જ પસાર થઈ સેનેટાઈઝ થઈને જ નીકળે છે. જેનું સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કર્યું હતું.
પાટણ જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં એકપણ કેસ પોઝીટીવ ન આવતાં તંત્ર સહિત નેદ્રા ગામના લોકોમાં કંઈક અંશે રાહત અનુભવી રહ્યા છે. જેમાં આરોગ્ય વિભાગની ૭૦ ટીમ દ્વારા સિદ્ધપુર તાલુકાના ૨૦ ગામોમાં તથા અન્ય ૨૧ ટીમ દ્વારા સિદ્ધપુરના શહેરી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવી છે. જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૧૨૯ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૪ લોકોનો રિપોર્ટ નેગિટીવ આવેલ છે. જ્યારે ૧૪ વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં એકનું મોત તો એકનો રિપોર્ટ પેન્ડીંગ રહેવા પામ્યો છે. અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ ૨૩૨ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે ગ્રામિણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે ૧૪ અને સ્ટેટ ઈન્સ્ટીટયુટ ઓફ હોટલ મેનેજમેન્ટ-સિદ્ધપુર ખાતે ૨૦ એમ કુલ ૩૪ જેટલા મુસાફરોને સરકારી કોરોન્ટાઈન ફેસીલીટીમાં રાખવામાં આવ્યા છે. તો પાટણ અને સિદ્ધપુર શહેરમાં શરૃ કરવામાં આવેલા ૧૨ જેટલા મહોલ્લા ક્લીનીકમાં ૪૦૦ જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૃરી સારવાર આપવામાં આવી હતી. જ્યારે જી.વી.કે. દ્વારા સમી ખાતે ૬૯ અને રાધનપુર ખાતે ૬૦ વ્યક્તિઓનું હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું.
નેદ્રામાંથી એકપણ સેમ્પલ લેવાયું નથીઃ તંત્ર
આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે નેદ્રામાં છેલ્લા ૪૮ કલાકમાં એકપણ પોઝીટીવ કેસ ના આવતા રવિવારે પણ કોઈ તકલીફવાળા કેસ ના દેખાતા સેમ્પલલેવાયા નથી.
શહેર તાલુકો સંપૂર્ણ લોકડાઉન
લોકડાઉનના ૧૯માં દિવસે શહેર તાલુકામાં સંપૂર્ણ જનતા કરફ્યું જોવા મળ્યો હતો. સવારે ૧૦ કલાકથી જ રોડ સૂમસામ જોવા મળ્યા હતા.