Panchmahal

પંચમહાલમાં પ્રેમસંબંધની શંકામાં યુવકની અપહરણ બાદ હત્યા: પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ, 1 ફરાર

By GS Team
12 Nov 20262 mins read
TukuTouch Logo
પંચમહાલના શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રેમસંબંધની શંકામાં 20 વર્ષીય યુવક મહેશ રાઠોડનું 7 શખસોએ અપહરણ કરી ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે 11 નવેમ્બર, 2026ના રોજ સારવાર દરમિયાન તેનું મોત થયું. મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલમાં પ્રેમસંબંધની શંકામાં યુવકની અપહરણ બાદ હત્યા: પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ, 1 ફરાર

Panchmahal News: પંચમહાલના શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રેમસંબંધની શંકામાં ગામના જ 7 લોકોએ 20 વર્ષીય યુવકનું અપહરણ કર્યા બાદ ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે 11 નવેમ્બર, 2026ના રોજ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. અપહરણ અને હત્યાના બનાવ મામલે મૃતકના ભાઈએ શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે ગુનાને અંજામ આપનાર 6 આરોપીની આજે(12 નવેમ્બર) ધરપકડ કરી લીધી છે, જ્યારે 1 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પંચમહાલમાં પ્રેમસંબંધની શંકામાં યુવકની અપહરણ બાદ હત્યા

મળતી માહિતી મુજબ, ગત 10 નવેમ્બરની સાંજે શહેરાના દલવાડા ગામનો મહેશ રાઠોડ મંડપના કામે જવા નીકળ્યો હતો તે સમયે "તું અમારી બહેન સાથે વાતચીત કરે છે” એમ કહીને કેટલાક શખસોએ યુવકને બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું. આ પછી લાકડી વડે માર મારવાના કારણે મહેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત મહેશને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં તેની સ્થિતિ વધુ બગડતાં ગોધરા, વડોદરા અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવાયો હતો. જો કે, ગંભીર ઈજાના કારણે મહેશનું સારવાર દરમિયાન યુવકનુ મોત થયુ હતુ.

સમગ્ર મામલે મૃતકના ભાઈ દિનેશે 7 શખસો સામે અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પંચમહાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને 7 માંથી 6 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. જ્યારે ફરાર આરોપી અલ્પેશ પટેલને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

DySPએ શું કહ્યું?

પંચમહાલના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, 'દલવાડા ગામના રહેવાસી મહેશ પુનાભાઈ રાઠોડનું અપહરણ અને હત્યાના બનાવ મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મૃતક મહેશ તેના જ ગામની યુવતી સાથે વાતચીત કરતો હોવાની અદાવત રાખીને આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યું હતું. સમગ્ર મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર છે.'

6 આરોપીની ધરપકડ

  • અંદરસિંહ ભારતસિંહ પટેલ
  • દિલીપકુમાર અંદરસિંહ પટેલ
  • દિવ્યેશભાઈ ગણપતસિંહ પટેલ
  • શૈલેશભાઈ ફતેહસિંહ પટેલ
  • રમેશભાઈ ઉર્ફે મંગળભાઈ પ્રભાતભાઈ
  • હિતેશકુમાર રમેશભાઈ ઉર્ફે મંગળભાઈ
  • અલ્પેશભાઈ અંદરસિંહ પટેલ (ફરાર)