Panchmahal

પંચામૃત ડેરીએ નવા વર્ષે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, 3 જિલ્લાના પશુપાલકોને થશે આર્થિક લાભ

By GS Team
12 Nov 20261 min read
TukuTouch Logo
પંચામૃત ડેરીએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો માટે સારા સમાચાર આપ્યા છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કર્યો છે. હવે 21 નવેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 905 ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી ત્રણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે, જેનાથી તેમના પરિવારોને મોંઘવારીમાં રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચામૃત ડેરીએ નવા વર્ષે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, 3 જિલ્લાના પશુપાલકોને થશે આર્થિક લાભ

Increase in milk purchase price, benefit to cattle farmers : નવા વર્ષના પ્રારંભે જ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

પંચામૃત ડેરીના ચેરમેન અને નિયામક મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયના કારણે હવે આગામી દૂધ બિલથી એટલે કે 21 નવેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 905 ચૂકવવામાં આવશે.

ત્રણ જિલ્લાના પશુપાલકોને મળશે સીધો આર્થિક લાભ

પંચામૃત ડેરીના આ નિર્ણયથી પંચમહાલ, દાહોદ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન સાથે જોડાયેલા લાખો દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક ફાયદો થશે. મોંઘવારીના આ સમયમાં દૂધના ભાવમાં થયેલા આ વધારાથી પશુપાલકોના પરિવારને મોટી રાહત મળશે. નવા વર્ષ નિમિત્તે પંચામૃત ડેરી દ્વારા આપવામાં આવેલી આ ભેટને લઈને પશુપાલકોમાં ભારે હર્ષ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.