Panchmahal

VIDEO | પાવાગઢના પગથિયે પગ મૂકવાની જગ્યા નહીં! દેવ દિવાળીએ માતાજીના દર્શનાર્થે ઉમટ્યાં માઈભક્તો

By GS Team
24 Nov 20261 min read
TukuTouch Logo
પંચમહાલના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે દેવ દિવાળીના પાવન પર્વે માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસર અને દર્શન માર્ગો પર લાંબી કતારો જોવા મળી હતી. માતાજીને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | પાવાગઢના પગથિયે પગ મૂકવાની જગ્યા નહીં! દેવ દિવાળીએ માતાજીના દર્શનાર્થે ઉમટ્યાં માઈભક્તો

Pavagadh Mahakali Temple Dev Diwali Devotees Crowd: પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે(24 નવેમ્બર) કારતક સુદ પૂનમ અને દેવ દિવાળીના પાવન પર્વે માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોની ભારે ભીડના પગલે સમગ્ર મંદિર પરિસર અને દર્શન માર્ગો પર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાના દૃશ્યો જોવા મળે છે.

પાવાગઢમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી

દેવ દિવાળીના અવસરે પરંપરા મુજબ મહાકાળી માતાજીને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન-અર્ચન સાથે માતાજીને આ અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. દર્શનાર્થે આવેલા હજારો યાત્રિકોએ માતાજીના દર્શનની સાથે આ અલૌકિક અન્નકૂટના પણ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

માતાજીના દર્શનાર્થે માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

સમગ્ર પાવાગઢ ડુંગર 'જય માતાજી'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ છવાયો છે. પૂનમના પવિત્ર દિવસે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તોએ પોતાના પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરી હતી.