Get The App

બાળકોને અમેરિકાની બોર્ડર પર કેમ છોડી રહ્યા છે ભારતીયો? એક જ વર્ષમાં 500 ઝડપાયા, હવે ટ્રમ્પ કરશે કાર્યવાહી

Updated: May 5th, 2025

GS TEAM

Google News
Google News
બાળકોને અમેરિકાની બોર્ડર પર કેમ છોડી રહ્યા છે ભારતીયો? એક જ વર્ષમાં 500 ઝડપાયા, હવે ટ્રમ્પ કરશે કાર્યવાહી 1 - image
AI Image

US Illegal Immigrants: અમેરિકા જવા માટે ગેરકાયદે એટલે કે ડંકી રૂટ બાબતે મોટાભાગના લોકો જાણે છે, પરંતુ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અનેક ભારતીયો તેમના સંતાનોને અમેરિકાની સરહદો પર છોડીને જઈ રહ્યા છે. ભારતીયોને આશા છે કે, આવું કરવાથી તેમને અને તેમના સંતાનોને અમેરિકાનું નાગરિકત્વ મળી જશે. ફક્ત આ કારણસર તેઓ પોતાના બાળકોને મેક્સિકો-અમેરિકા કે કેનેડા-અમેરિકાની સરહદે રઝળતા મૂકી દે છે. વર્ષ 2024માં અમેરિકામાં આવા 500થી વધુ ભારતીય સગીરો પકડાયા છે, પરંતુ હવે ટ્રમ્પ સરકારે જે માતા-પિતા તેમના સંતાનોને સરહદો પર છોડીને ગઈ છે તેમની સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે.

નાગરિકતા મેળવવાની આશા

મળતી માહિતી મુજબ, ભારતીયો સહિત અનેક માતા-પિતા પોતાના 12-17 વર્ષના બાળકોને સરહદે છોડીને ગયા છે. જેમાંથી કેટલાક તો એવા બાળકો એટલા નાના છે કે, પોતાના માતા-પિતાએ આ બાળકોને પોતાના ઘરનું સરનામું લખેલી ચિઠ્ઠી લખીને સરહદે મૂકી દીધા હતા. તેવામાં એક તરફ માતા-પિતા પહેલાથી જ અમેરિકામાં ગેરકાયદે રહી રહ્યા છે અને તેમના સગીર બાળકોને પણ બોલાવી રહ્યા છે. 

રિપોર્ટ મુજબ, ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે આ કેટલાક ભારતીય પરિવારો દ્વારા યુએસમાં આશ્રય મેળવવાની તકો વધારવા માટે ઇરાદાપૂર્વકનું કૃત્ય છે. ઘણાં કિસ્સામાં બાળકોને એકલા અથવા અજાણ્યા જૂથો સાથે મોકલવામાં આવે છે, અને પછી યુએસ ચેકપોઇન્ટ પર છોડી દેવામાં આવે છે. જ્યારે એક પછી પકડાયા બાદ આશા છે કે, બાળકોની હાજરીથી માતા-પિતાને પછીથી એન્ટ્રી મેળવવામાં મદદ મલશે. કેટલીક વખતે માતા-પિતાઓ અમેરિકામાં પ્રવેસ માટે બાળકોનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: કેનેડાથી 8 લાખ હિન્દુઓને કાઢવાની માંગ', ખાલિસ્તાની પરેડ બાદ PM કાર્ની પર ઉઠી રહ્યા છે સવાલ

નિષ્ણાતોનું કહેવું છે કે, 'પહેલા તો માતા-પિતા ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ મેળવવામાં સફળ થાય છે. આ પછી તેઓ પોતાના બાળકોને અન્ય ગેરકાયદે ઘૂસણખોરી કરતાં લોકો સાથે મોકલવાની તૈયારી છે. જ્યારે બાળકોને સરહદ પર પકડવામાં આવે છે, ત્યારે પરિવારો આશ્રય માટે અરજી કરે છે અને ઘણીવાર માનવતાવાદી ધોરણે તેમને રહેવાની અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે.'

મળતી માહિતી અનુસાર, આમાંથી અનેક બાળકોને ઔપચારિક રીતે 'ત્યજી દીધેલા' ગણાતા નથી. આ સ્થિતિમાં જુવેનાઈલ કોર્ટના નિર્ણય બાદ 6-8 મહિનાના બાળકોને ગ્રીન કાર્ડ મળવાની સંભાવના વધુ રહે છે. જ્યારે કાયદેસરની કાર્યવાહી કરાય છે અને બાળકો ગ્રીન કાર્ડ મેળવી લે છે, તો અમેરિકામાં તેમના પરિવારજનો બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. 

USએ 2500 ભારતીય સગીરોને રોક્યા

વર્ષ 2022થી 2025 સુધીમાં 2500 ગેરકાયેદ ભારતીય સગીરોને અમેરિકામાં દાખલ થતાં રોકવામાં આવ્યા છે. અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગ જે બાળક એકલું અમેરિકા પહોંચ્યું છે તેમનું વેલફેર પણ ચેક કરી રહ્યું છે. ટીકા કરનારા લોકો તેને 'બેકડોર ફેમેલી સપ્રેશન' ગણાવે છે.

બાળકોને ઇરાદાપૂર્વક યુએસ-મેક્સિકો સરહદ છોડાયા

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP)ના ડેટામાં ભારતીયો સહિત સગીરો કોઈપણ સુરક્ષા વિના અમેરિકાની સરહદમાં પ્રવેશ કરી રહ્યા હોવાની વાત બહાર આવી છે. ઓક્ટોબર 2024 થી 25 ફેબ્રુઆરી સુધીમાં 77 ભારતીય સગીરો યુએસ બોર્ડર પર પકડાયા હતા. આ બાળકોને ઇરાદાપૂર્વક યુએસ-મેક્સિકો કે કેનેડા સરહદે છોડી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 'હોલિવૂડ સંકટમાં, રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો..', ટ્રમ્પે વિદેશોમાં નિર્મિત ફિલ્મો પર 100% ટેરિફ ઝીંક્યો

ભારતીયોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે

ડેટા મુજબ, 77 બાળકોમાંથી 53 બાળકો મેક્સિકો સાથેની દક્ષિણ બોર્ડર પર પકડાયા હતા અને 22 બાળકો કેનેડાથી બોર્ડર પાર કરતી વખતે પકડાયા હતા. વર્ષ 2022થી 2025સુધીમાં ઓછામાં ઓછા 1656 ભારતીય સગીરો એકલા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા છે. વર્ષ 2024માં 517 ઇમિગ્રન્ટ ભારતીય બાળકો અમેરિકામાં એકલા પકડાયા હતા.