Get The App

આવી ભૂલ કરી તો હંમેશા માટે અમેરિકા જવા પર લાગી શકે પ્રતિબંધ, એમ્બેસીની ચેતવણી

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
આવી ભૂલ કરી તો હંમેશા માટે અમેરિકા જવા પર લાગી શકે પ્રતિબંધ, એમ્બેસીની ચેતવણી 1 - image


USA Tighten Rules For Immigration: અમેરિકા દ્વારા વિઝાના નિયમો આકરા કરવાની અને ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સની હાંકલપટ્ટીની કવાયત જારી છે. હાલમાં જ ભારતીયોને મોટી ચેતવણી આપી છે કે, જો અધિકૃત રોકાણ સમયગાળા કરતાં વધુ સમય રોકાણ કર્યું તો ડિપોર્ટેશન અથવા કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

ભારતમાં યુએસ એમ્બેસીએ ભારતીયોને એલર્ટ આપતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે કે, જો અમેરિકાના જુદા-જુદા વિઝાધારકો પોતાના અધિકૃત રોકાણ સમયગાળા કરતાં વધુ સમય સુધી રોકાણ કરતાં જોવા મળ્યાં તો તેમણે દેશનિકાલ અથવા યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી પર કાયમી પ્રતિબંધ જેવી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

કાયમી પ્રતિબંધ મુકાઈ શકે છે

X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં એમ્બેસીએ જણાવ્યું હતું કે, ‘જો તમે તમારા અધિકૃત રોકાણ સમયગાળા કરતાં વધુ સમય માટે અમેરિકામાં રહેતાં હશો, તો તેમનો દેશનિકાલ (ડિપોર્ટેશન) કરવામાં આવી શકે છે. અથવા ભવિષ્યમાં  અમેરિકામાં પ્રવેશ પર કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.’

આ પણ વાંચોઃ અમેરિકાથી ભારત નાણાં મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પના નવા બિલથી NRIને અબજોના નુકસાનની ભીતિ



આ વિઝાધારકો માટે આપ્યું એલર્ટ

આ ચેતવણી/સલાહ એવા તમામ ભારતીય નાગરિકોને લાગુ પડશે જેઓ વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા જેવા વિવિધ નિશ્ચિત સમય આધારિત વિઝા પર અમેરિકા જઈ રહ્યા છે. અથવા અમેરિકામાં રહે છે. જેમની પાસે રોકાણનો પોતાનો અધિકૃત સમયગાળો છે. આ સલાહનો હેતુ વિવિધ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર યુએસ જતાં મુસાફરોને ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા યુએસમાં પ્રવેશ કરતી વખતે આપવામાં આવેલા સમય મર્યાદાનું કડક પાલન કરવાની યાદ અપાવવાનો છે.



અમેરિકાની કોર્ટના પ્રતિબંધ વચ્ચે આ ચેતવણી

ટ્રમ્પ સરકાર દ્વારા ઈમિગ્રેશન નિયમોને આકરા બનાવવાની કવાયત હેઠળ આ ચેતવણી આપવામાં આવી છે. જેના ભાગરૂપે ટ્રમ્પે મોટાપાયે ગેરકાયદે વસતાં ઈમિગ્રન્ટ્સનો દેશનિકાલ કર્યો છે. ટ્રમ્પની આ કાર્યવાહીની અમેરિકાની કોર્ટે ટીકા કરી છે. અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ બ્રાયન મર્ફીએ માર્ચમાં ટ્રમ્પ સરકાર પર લેખિત નોટિસ કે પ્રક્રિયાને અનુસર્યા વિના દેશનિકાલ કરવાની કાર્યવાહી પર રોક મૂકી હતી.



ફેડરલ ઓથોરિટી સાથે રજિસ્ટ્રેશન જરૂરી

અગાઉ એપ્રિલમાં યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિષ્ટી નોએમે અમેરિકામાં 30થી વધુ દિવસ સુધી રોકાણ કરનારા તમામ વિદેશીઓને એલિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત દર્શાવી હતી. જેમાં તમામ વિદેશીઓ કે જેઓ 30થી વધુ દિવસ સુધી અમેરિકામાં રહેવાના છે, તેઓએ ફેડરલ ઓથોરિટી સાથે રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. જો રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો ગુનાહિત દંડ કે જેલની સજાનો ભોગ બની શકો છો.


આવી ભૂલ કરી તો હંમેશા માટે અમેરિકા જવા પર લાગી શકે પ્રતિબંધ, એમ્બેસીની ચેતવણી 2 - image

Tags :