Get The App

અમેરિકા જવાનું સપનું જોતાં લોકોને ઝટકો! વિઝા ફીસમાં વધારો કરવાની તૈયારી

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા જવાનું સપનું જોતાં લોકોને ઝટકો! વિઝા ફીસમાં વધારો કરવાની તૈયારી 1 - image
Images Sourse: Envato

US Visa Fees Increase: અમેરિકામાં વિઝા અંગે દરરોજ નવા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હવે ભારતીય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને H-1B વર્કસ માટે વિઝા ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી અમેરિકા જવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 'બન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ' પસાર કર્યો છે. જેમાં દરેક પ્રકારની વિઝા કેટેગરી માટે 250 ડોલર (લગભગ 21 હજાર રૂપિયા)ની વિઝા ઈન્ટિગ્રિટી ફી ચૂકવવી પડશે. કેટલાક કિસ્સાઓમાં 148% વધુ વિઝા ફી ચૂકવવી પડશે.

નવી વિઝા ઇન્ટિગ્રિટી ફી વર્ષ 2026થી લાગુ થશે

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ વિઝા ફીમાં વધારા અંગે માહિતી આપી છે. જો કે, નવી વિઝા ઇન્ટિગ્રિટી ફી વર્ષ 2026થી લાગુ થશે. સારી વાત એ છે કે જો તમે કેટલીક શરતો પૂરી કરો છો, તો આ ફી પણ પરત કરી શકાય છે. અહેવાલ અનુસાર, વિઝા આપતી વખતે હવે 250 ડોલરની નિશ્ચિત ફી લેવામાં આવશે. ડીએચએસને ભવિષ્યના નિયમો દ્વારા આ ફી મૂળ રકમથી વધુ વધારવાનો અધિકાર છે. એટલે કે આ ફીમાં વધુ વધારો પણ કરી શકાય છે.

આ પણ વાંચો: બ્રાઝિલ બાદ હવે કયા દેશ પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો? 35 ટકા ટેરિફની સાથે ધમકી પણ આપી

નવી ફીથી કોને અસર થશે?

વર્ષ 2026થી વિઝા ઇન્ટિગ્રિટી ફી વાર્ષિક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ના આધારે વધારવામાં આવશે. આ ફી ફુગાવાની ગતિએ વધશે. આ ફી માફ કરી શકાતી નથી અને તેને કોઈપણ સંજોગોમાં ઘટાડી શકાતી નથી. નવી વિઝા ઇન્ટિગ્રિટી ફી વિદેશી વિદ્યાર્થીઓ, ટેક વર્કર્સ, સામાન્ય કામદારો, પ્રવાસીઓ અને વિશ્વના ખૂણે ખૂણેથી લોકોને નોકરી પર રાખતી કંપનીઓને અસર કરશે. સરકાર આ નવી ફી દ્વારા કમાણી કરવા માંગે છે.

કઈ શરતો હેઠળ ફી પરત કરવામાં આવશે?

•ડીએચએસ દ્વારા કેટલીક શરતો પણ જણાવવામાં આવી છે, જેનું દરેક વિઝા ધારકે કડક પાલન કરવું પડશે. જો તેઓ આમ કરે છે, તો સરકાર દ્વારા વિઝા ફી પણ પરત કરી શકાય છે. ફી પરત મેળવવા માટે વિઝા ધારકોએ નીચેની શરતો પૂરી કરવી પડશે.

•વિઝા ધારકે બધી શરતોનું કડક પાલન કરવું જરૂરી છે. આમાં પરવાનગી વિના કામ ન કરવું અને વધુ સમય સુધી રોકાઈ ન રહેવું શામેલ છે.

• જ્યારે I-94 સમાપ્ત થાય છે, ત્યારે વિઝા ધારકે પાંચ દિવસની અંદર અમેરિકા છોડવું આવશ્યક છે.

• જો I-94 ની મુદત પૂરી થાય તે પહેલાં કાયમી રહેઠાણ અથવા અન્ય કોઈ વિઝા મળે તો કોઈ સમસ્યા નહીં રહે.

જો આ શરતો પૂરી થાય છે, તો ફી પરતપાત્ર છે. જો શરતો પૂરી ન થાય, તો આ ફી અમેરિકાની ટ્રેઝરીના સામાન્ય ભંડોળમાં જશે.

Tags :