Get The App

અમેરિકામાં હવે ભારતીયોને પડશે તકલીફ, ટ્રમ્પના નવા બિગ બ્યૂટીફુલ બિલની શું થશે ઇફેક્ટ જાણો

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં હવે ભારતીયોને પડશે તકલીફ, ટ્રમ્પના નવા બિગ બ્યૂટીફુલ બિલની શું થશે ઇફેક્ટ જાણો 1 - image


Trump's big beautiful bill: અમેરિકાની કોંગ્રેસે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વન બિગ બ્યૂટીફૂલ બિલને મંજૂરી આપી દીધી છે. 900 પેજનું આ બિલ અમેરિકા માટે જેટલું મહત્ત્વનું છે. એટલું  જ મહત્ત્વનું ભારત અને અમેરિકામાં વસતા એનઆરઆઈ માટે છે. 

અમેરિકન કોંગ્રેસ દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચ વિશે મોટા કાયદાને મંજૂરી આપ્યા બાદ તેની અસર માત્ર અમેરિકામાં જ નહીં પણ વિશ્વ પર અસર કરી શકે છે. એનઆરઆઈ દ્વારા ભારતમાં મોકલવામાં આવતાં રેમિટન્સ પર પણ અસર જોવા મળી શકે છે. ટ્રમ્પ સરકારે રેમિટન્સ પર 5 ટકા ટેક્સ પ્રસ્તાવિત કર્યો હતો. બાદમાં ઘટાડી 1 ટકા કર્યો હતો. નવો ટેક્સ 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે. જો કે, બેન્ક ટ્રાન્સફર અને કાર્ડ મારફત મોકલવામાં આવતાં રેમિટન્સને આ ટેક્સ પ્રણાલીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. જો કે, એનઆરઆઈને મોટી રકમ ભારત મોકલવાના ફાઈનાન્સિયલ પ્લાનિંગ પર ફરીથી વિચાર કરવો પડશે. રિયલ એસ્ટેટમાં રોકાણ, પરિવારને મોકલવામાં આવતી રકમ અને બીજી આર્થિક ગતિવિધિઓ પર અસર થશે.   

રેન્ટલ ઈનકમ થતી આવક પર નવો ટેક્સ નહીં

વિદેશમાંથી આવતી રેન્ટલ ઈનકમ પર અમેરિકામાં પહેલાં જેવો ટેક્સ જ લાગુ થશે. જો કોઈ ગ્રીન કાર્ડધારક કે અમેરિકાના નાગરિક ભારતમાં ભાડાની સંપત્તિથી કમાણી કરી રહ્યા છે. તો તેમણે ભારતમાં ચૂકવેલો ટેક્સ અમેરિકામાં ક્રેડિટ સ્વરૂપે બતાવવો પડશે.

આ પણ વાંચોઃ માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી 48 કંપનીઓ ગાઝા નરસંહારમાં ભાગીદાર? UNમાં રજૂ રિપોર્ટથી ખળભળાટ

ગેરકાયદે વસતા NRI પર કડક વલણ

ટ્રમ્પનું આ બિલ અત્યારસુધીનું સૌથી મોટુ ડિપોર્ટેશન ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરે છે. ભારતના આશરે 18000 નાગરિકો ગેરકાયદે વસતા હોવાનો રિપોર્ટ તૈયાર થયો છે. તેમને ભારત સરકારે પરત વતનમાં સ્વીકાર કરવા તૈયારી દર્શાવી છે. અમેરિકામાં 3 ટકા લોકો ગેરકાયદે વસે છે. જેમાં 2.2 લાખથી 7 લાખ ભારતીય હોવાનો દાવો છે.

આ સુવિધા માટે આપવા પડશે વધુ ડૉલર

અમેરિકામાં કાયદેસર રહેવા માટે જુદી-જુદી કેટેગરીમાં ડૉલર ખર્ચ કરવા પડશે. અસાઈલમ માટે અરજી કરવા 100 ડોલરનો ખર્ચ કરવો પડશે. તેમજ વર્ક પરમિટ માટે 550 ડોલર, ગેરકાયદે સરહદ ક્રોસ કરવા માટે 5000 ડોલર ચૂકવવા પડશે. ઓછી આવક ધરાવતા લોકોને પણ ફીમાં છૂટ નહીં મળે.

ટ્રમ્પની પ્રાથમિકતા સુરક્ષા, ગેરકાયદે ઈમિગ્રેશન અટકાવવા તેમજ વિદેશથી મોકલવામાં આવતી કમાણી પર ટેક્સ લાગુ કરવાનો છે. જે ભારતના રેમિટન્સ પ્રવાહને અસર કરી શકે છે. ભારતમાં રેમિટન્સનો મોટો હિસ્સો અમેરિકામાંથી આવી રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, અને પરિવારો માટે અમેરિકામાં વસવાટ કરવો પહેલાંથી મોંઘો અને મુશ્કેલ બન્યો છે. એવામાં આ બિલ કમાણીને સ્વદેશ મોકલવામાં અડચણરૂપ બનશે.

અમેરિકામાં હવે ભારતીયોને પડશે તકલીફ, ટ્રમ્પના નવા બિગ બ્યૂટીફુલ બિલની શું થશે ઇફેક્ટ જાણો 2 - image

Tags :