Get The App

માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી 48 કંપનીઓ ગાઝા નરસંહારમાં ભાગીદાર? UNમાં રજૂ રિપોર્ટથી ખળભળાટ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી 48 કંપનીઓ ગાઝા નરસંહારમાં ભાગીદાર? UNમાં રજૂ રિપોર્ટથી ખળભળાટ 1 - image


UN Report 46 Companies Involves Gaza Genocide: પેલેન્સ્ટાઇનમાં માનવાધિકારોની સ્થિતિ પર કામ કરતા યુનાઇટેડ નેશન્સના વિશેષ દૂત ફ્રાન્સેસ્કા અલ્બેનીઝ ડઝનથી વધુ કંપનીઓને ઇઝરાયલ સાથે બિઝનેસ બંધ કરવા આહ્વાન કર્યું છે. અલ્બાનીઝે યુએન માનવાધિકાર પરિષદનો એક રિપોર્ટ રજૂ કરતાં કહ્યું છે કે, જે મલ્ટીનેશનલ કંપનીઓ ઇઝરાયલ સાથે બિઝનેસ કરી રહી છે. જેનાથી ગાઝા અને ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બૅન્કમાં યુદ્ધ અપરાધોમાં સંડોવણીનું જોખમ વધ્યું છે. આ નરસંહારની અર્થવ્યવસ્થા છે. જેનાથી ગાઝા નવા હથિયારો અને ટૅક્નોલૉજી માટે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. 

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, હથિયાર બનાવતી અને ટૅક્નોલૉજી કંપનીઓને ઇઝરાયલે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું છે. રોકાણકારો, ખાનગી અને જાહેર સંસ્થાઓ અઢળક કમાણી કરી રહી છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયલના ચાલુ હુમલાનો હવાલો આપતાં જણાવ્યું હતું કે, કંપનીઓ હવે કેવળ કબજામાં જ યોગદાન નથી આપી રહી પરંતુ નરસંહાર અર્થવ્યવસ્થામાં સામેલ પણ થઈ શકે છે. ગાઝામાં ઇઝરાયલનો નરસંહાર ઘણા લોકો માટે કમાણીનું માધ્યમ બન્યું છે.

આ પણ વાંચોઃ Explainer: ટ્રમ્પનું ઐતિહાસિક 'બિગ બ્યુટીફૂલ બિલ' છે શું? જેનો ખુદ ઇલોન કરી ચૂક્યા છે વિરોધ

ગાઝા નરસંહારમાં માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ સામેલ

અલ્બાનીઝ દ્વારા રજૂ રિપોર્ટમાં 48 કંપનીઓનો ઉલ્લેખ છે. જે ગાઝામાં નરસંહારમાં મદદ કરી રહી છે. જેમાં અમેરિકાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈંક અને એમેઝોન જેવી કંપનીઓ સામેલ છે. આ  યાદીમાં હથિયાર બનાવતી કંપની લૉકહીડ માર્ટિન અને આલ્ફાબેટ, આઇબીએમ જેવી કંપનીઓ પણ સામેલ હોવાનો દાવો કરાયો છે. આ યાદીમાં ઘર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવા માટે ખાસ ગાડીઓનો પુરવઠો પૂરો પાડવામાં કેટરપિલર, હ્યુન્ડાઈ અને વોલ્વો જેવી કંપનીઓ મદદ કરી રહી હોવાનો દાવો છે. તેમજ બીએનપી પારિબા અને બાર્કલેજ બેન્ક ઇઝરાયલને ટ્રેઝરી બોન્ડ પૂરા પાડી રહી છે.

શું બોલ્યું ઇઝરાયલ?

ઇઝરાયલે યુએનના વિશેષ દૂત ફ્રાન્સેસ્કા અલ્બેનીઝના રિપોર્ટને પાયાવિહોણો ગણાવી કચરાપેટીમાં નાખી દેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે, યુએનએ માનવાધિકાર મામલે સલાહ આપવા માટે ફ્રાન્સેસ્કા અલ્બેનીઝની નિમણૂક કરી છે. તે ઈટલીના એક આંતરરાષ્ટ્રીય વકીલ છે. તે પોતાના બેધડક નિવેદનો માટે જાણીતા છે.

માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી 48 કંપનીઓ ગાઝા નરસંહારમાં ભાગીદાર? UNમાં રજૂ રિપોર્ટથી ખળભળાટ 2 - image

Tags :