ભારતીયો ઓમાનના આ શહેરમાં સરળતાથી ખરીદી શકે છે પ્રોપર્ટી, જાણો શું છે નિયમો
Indians Can Buy Home In Oman: ઓમાને 2006થી વિદેશીઓ માટે પોતાનું રિયલ એસ્ટેટ સેક્ટર ખુલ્લુ મૂક્યું છે. ઈન્ટેગ્રેટેડ ટુરિઝમ કોમ્પ્લેક્સિસ (ITCs) અને યુસુફ્રક્ટ રાઇટ્સ જેવા પગલાં દ્વારા બિન-ઓમાનીઓ અર્થાત વિદેશીઓ માટે ચોક્કસ શરતો હેઠળ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો ખરીદવા સક્ષમ બનાવે છે.
વિદેશીઓ ઓમાનમાં ક્યાં રોકાણ કરી શકે છે
ભારતીયો અને અન્ય વિદેશી નાગરિકોને ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ કોમ્પ્લેક્સ (ITCs)માં મિલકત ધરાવવાની અને હાઉસિંગ અને અર્બન પ્લાનિંગ મંત્રાલય (MOHUP) દ્વારા મંજૂર કરાયેલ કોમર્શિયલ ઇમારતો પસંદ કરવાની મંજૂરી છે. ITCs પાસે મોટા માસ્ટર-પ્લાન્ડ હાઉસિંગ, કોમર્શિયલ સ્પેસ અને પર્યટન સુવિધાઓને જોડતાં પ્રોજેક્ટ છે. માલિકી યુસુફ્રક્ટ દ્વારા આપવામાં આવે છે. જેમાં 99 વર્ષ સુધીનો લાંબા ગાળાનો લીઝહોલ્ડ અધિકાર.
પ્લોટની ખરીદીમાં આ શરત જરૂરી
ITCs માં પ્લોટના ખરીદદારોએ ચાર વર્ષની અંદર બાંધકામ શરૂ કરવું આવશ્યક છે. જો તેઓ આ સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ જાય, તો મંત્રાલય જમીનને ફરીથી કબજે કરી શકે છે અને હરાજી કરી શકે છે. મુખ્ય ITC પ્રોજેક્ટ્સમાં અલ મૌજ મસ્કત, મસ્કત હિલ્સ, સરાયા બંદર જીસ્સાહ, જેબેલ સિફાહ અને સલાલાહ બીચ રિસોર્ટ સમાવિષ્ટ છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના વધુ એક નિર્ણયથી મુશ્કેલીમાં ભારતીયો! ટેક્સ ભરવા છતાં ડિપોર્ટેશનનો ખતરો
ઓમાનના અન્ય ભાગોમાં મિલકત ખરીદવા માટે આ શરત જરૂરી
ઓમાને વિદેશીઓ માટે ITCની બહારના ચોક્કસ ઝોનમાં મુખ્યત્વે મસ્કતમાં ઉપયોગ અધિકારોને મંજૂરી આપી ખરીદીનો વિસ્તાર કર્યો છે. અરજદારો ઓછામાં ઓછા 23 વર્ષના હોવા જોઈએ, બે વર્ષથી ઓમાનમાં રહેતા હોવા જોઈએ અને ચાર કે તેથી વધુ માળવાળી બહુમાળી ઇમારતો ખરીદવી જરૂરી છે.
આ પ્રતિબંધો સામેલ:
- ઓમાનમાં ફક્ત એક જ યુનિટ ખરીદી શકાશે.
- વિદેશીઓ એક ઇમારતમાં 40%થી વધુ યુનિટ રાખી શકતા નથી.
- એક જ દેશના નાગરિકો સામૂહિક રીતે 20%થી વધુ હિસ્સો રાખી શકતા નથી.
- મસ્કતમાં 45000 OMR અને અન્ય વિસ્તારમાં 35000 OMR ની કિંમતની સંપત્તિ ખરીદવી આવશ્યક
- માલિકીના અધિકારો 99 વર્ષ સુધી વેચી શકાશે, અન્યના નામે કરી શકાશે તેમજ રિન્યુ થઈ શકશે.
ભારતીયો તેમજ અન્ય વિદેશીઓએ ઓમાનમાં મિલકત ખરીદવા માટે વિગતવાર પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવુ પડશે
ખરીદી કરાર અને ટાઇટલ ડીડ
- આવાસ મંત્રાલય સાથે રજિસ્ટ્રેશન
- રહેઠાણનો પુરાવો અને માન્ય પાસપોર્ટ
- નાણાકીય ક્ષમતા દસ્તાવેજો જેમ કે બેન્ક સ્ટેટમેન્ટ
- સાઇટ પ્લાન, બિલ્ડિંગ પરમિટ અને પર્યાવરણીય મંજૂરીઓ
ઓમાનમાં એકીકૃત રિયલ એસ્ટેટ કાયદાના અભાવને કારણે, આ સલામતી પગલાં વ્યવહારોમાં સ્પષ્ટતા સુનિશ્ચિત કરવાનો છે.
ગીરો અને ધિરાણ
બેન્ક મસ્કત, નેશનલ બેન્ક ઓફ ઓમાન અને બેન્ક ધોફર સહિતની કેટલીક બેન્કો વિદેશીઓ માટે મર્યાદિત લોન વિકલ્પો પ્રદાન કરે છે. જેમાં રહેઠાણ, આવક અને નાણાકીય ઇતિહાસના આધારે લોન ફાળવવામાં આવે છે. 20 વર્ષ સુધીની લોનની શરતો માટે વ્યાજ દર સામાન્ય રીતે 3% થી 7% ની વચ્ચે હોય છે.
આ વિસ્તારમાં મિલકત ખરીદી શકાશે નહીં
ઓમાનમાં નિર્ધારિત વિસ્તારોમાં જ મિલકત ખરીદી શકાશે. આ સિવાય વિદેશીઓ મુસંદમ, બુરૈમી, ધહિરાહ, વુસ્તા, લિવા, શિનાસ, મસિરાહ, જબલ અખ્દર અને જબલ શમ્સ જેવા સંવેદનશીલ અથવા વ્યૂહાત્મક પ્રદેશોમાં મિલકત ખરીદી શકશે નહીં. લશ્કરી ઠેકાણા, હેરિટેજ સ્થળો, પુરાતત્વીય સ્થળો અને ખેતી લાયક જમીનની નજીક મિલકતો ખરીદી શકાશે નહીં.