બાળકના અપહરણ કેસમાં અમેરિકાની જેલમાં બંધ ગુજરાતના મહેન્દ્ર પટેલને રાહત, આરોપો ફગાવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian-American Engineer Mahendra Patel News: અમેરિકાના વોલમાર્ટમાં બાળકના અપહરણ કરવાના ખોટા આરોપસર ભારતીય મૂળના મહેન્દ્ર પટેલને દોઢ મહિના સુધી જેલમાં કેદ રાખ્યા બાદ અંતે તેમના પર લગાવેલા આરોપો ફગાવાયા છે. જેથી અમેરિકાની જેલમાં બંધ ગુજરાતના મહેન્દ્ર પટેલને રાહત મળી છે. તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર પટેલ પોતાની માતાની દવા લેવા માટે વોલમાર્ટમાં ગયા, ત્યારે કરોલાઈન મિલર નામની મહિલાને દવા ક્યાં મળશે તેમ પૂછ્યું હતું. આ પછી દવા લઈને મહેન્દ્ર પટેલ ત્યાંથી જતાં રહ્યા હતા. જોકે, પછી મહિલાએ પોલીસ બોલાવીને મહેન્દ્ર પટેલ પર બાળકનું અપહરણનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
શું હતો બનાવ?
આ ઘટના 18 માર્ચ, 2025ના રોજ અમેરિકાના જ્યોર્જિયાના વોલમાર્ટમાં બની હતી. 56 વર્ષીય ભારતીય મૂળના પુરુષ મહેન્દ્ર પટેલ દવા ખરીદવા માટે વોલમાર્ટ ગયા હતા. એ જ સમયે 26 વર્ષીય મહિલા કરોલાઈન મિલર પણ તેની ચાર વર્ષની દીકરી અને બે વર્ષના દીકરા સાથે મોટરાઈઝ્ડ શોપિંગ કાર્ટ પકડીને શોપિંગ કરી રહી હતી. કરોલાઈને દાવો કર્યો હતો કે, મહેન્દ્ર પટેલે તેની પાસે આવીને તેનું ધ્યાન જુદી દિશામાં દોરાય એ માટે પહેલાં તો તેની પાસે ટાયલેનોલ (એક પ્રકારની દવા) માંગી હતી અને પછી તેના બે વર્ષના પુત્રને તેના ખોળામાંથી ઉપાડી લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ મહેન્દ્ર પર તેના પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે બદલ મહેન્દ્ર પટેલને જેલભેગા કરી દેવાયા હતા.
હકીકતમાં શું બન્યું હતું?
વોલમાર્ટના સીસીટીવી ફૂટેજમાં મહેન્દ્ર પટેલ કેરોલિના પાસે જઈને કંઈક વાત કરતા દેખાય છે, પણ તેમણે બાળકને ઉપાડી લેવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. કરોલાઈને દાવો કર્યો હતો કે, બંને જણ વચ્ચે બાળક માટે ખેંચાખેંચ (જેને તેણે ‘ટગ ઓફ વોર’ એટલે કે રસ્તાખેંચ જેવું ગણાવ્યું હતું) ચાલી હતી, પણ તેણે બાળકને ન છોડતાં મહેન્દ્ર જતો રહ્યો હતો. 20 અલગ અલગ કૅમેરાના ફૂટેજમાં જોવા મળે છે કે, કરોલાઈન અને મહેન્દ્ર વચ્ચે કોઈ શારીરિક સંઘર્ષ થયું ન હતુ. બંને ફક્ત થોડા સમય માટે વાતચીત કરતા જોવા મળે છે.









