Get The App

કોણ છે મથુરા શ્રીધરન? જેમણે અમેરિકાના સોલિસિટર જનરલની જવાબદારી સંભાળતા જ વિવાદ, ચાંદલો લગાવવાના કારણે ટ્રોલિંગ

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
કોણ છે મથુરા શ્રીધરન? જેમણે અમેરિકાના સોલિસિટર જનરલની જવાબદારી સંભાળતા જ વિવાદ, ચાંદલો લગાવવાના કારણે ટ્રોલિંગ 1 - image

Ohio's New Indian-Origin Solicitor General: ભારતીય મૂળ વકીલ મથુરા શ્રીધરનની અમેરિકાના ઓહિયોના સોલિસિટર જનરલ તરીકે નિમણૂક થઈ છે. તેના એટર્ની જનરલ ડેવ યોસ્ટે આ અંગે માહિતી આપી હતી. મથુરાની સોલિસિટર જનરલ તરીકે નિમણૂક બાદ સોશિયલ મીડિયા પર રંગભેદની ટીપ્પણીઓનો વરસાદ થયો હતો. તેમજ આ પદ પર અમેરિકનની પસંદગી ન કરવા બદલ અનેક સવાલો ઉઠ્યા હતાં. જેના પર પૂર્ણવિરામ મૂકતાં એટર્ની જનરલે પોસ્ટ કરી સ્પષ્ટતા આપી હતી.

મથુરા શ્રીધરન ભારતીય હોવાના લીધે તેમજ માથા પર બિંદી લગાવવા બદલ ટ્રોલ થઈ રહ્યા હતાં. જેનો જવાબ આપતાં એટર્ની જનરલ યોસ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, શા માટે અમેરિકનના બદલે મથુરા શ્રીધરનની નિમણૂક કરવામાં આવી. તેમણે કહ્યું કે, મથુરા ખૂબ જ હોશિયાર છે. તે ગતવર્ષે SCOTUSની દલીલોમાં જીતી હતી. બંને એસજીના માર્ગદર્શન હેઠળ તેણે કામ કર્યું છે. મેં તેને કહ્યું હતું કે, તારી સોલિસિટર જનરલનું પદ જોઈએ છે તો મારી સાથે દલીલો કર. અને તે દલીલોમાં દરેક વખતે જીતી ગઈ.

ડેવએ લીધો પક્ષ

ભારતીય અને 'બિંદી' લગાવવા બદલ ટ્રોલ થઈ રહેલા મથુરાનો બચાવ કરતાં યોસ્ટે કહ્યું કે, મથુરા અમેરિકન નથી તેવો દાવો કરતી ટિપ્પણીઓ 'ખોટી' છે. જો શ્રીધરનનો રંગ અથવા તેનું નામ કોઈને પરેશાન કરી રહ્યું છે, તો તે તેની સમસ્યા છે, મથુરાની નહીં. કેટલાક ટિપ્પણીકારોએ ખોટી રીતે દાવો કર્યો છે કે મથુરા અમેરિકન નથી. તે યુનાઇટેડ સ્ટેટ્સની નાગરિક છે, યુએસ નાગરિક સાથે લગ્ન કર્યા છે, તેમજ તેના માતા-પિતા પણ યુએસ નાગરિક છે. જો તેનું નામ અથવા તેનો રંગ તમને પરેશાન કરે છે, તો સમસ્યા તેની (માનસિકતા) છે. તેની નિમણૂકની  નહીં.

કોણ છે મથુરા શ્રીધરન?

મથુરા શ્રીધરન એક ભારતીય મૂળના અમેરિકી વકીલ છે. જે વર્તમાનમાં ઓહિયોના એટર્ની જનરલ ઓફિસમાં ડેપ્યુટી સોલિસિટર જનરલ તરીકે કાર્યરત છે. રાજ્યના એટર્ની જનરલ ડેવ યોસ્ટે તેમને 12મા સોલિસિટર જનરલ તરીકે પ્રમોટ કર્યા છે. તે પહેલાં શ્રીધરન બે વર્ષથી રાજ્યના એટર્ની જનરલ ઓફિસમાં ઓહિયોના દસમાં કમાન્ડમેન્ટ સેન્ટરની ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. ફેડરલ સોસાયટીની વેબસાઈટ અનુસાર, ઓહિયો સોલિસિટર ઓફિસમાં સામેલ થયા પહેલાં શ્રીધરન સેકન્ડ સર્કિટ માટે અમેરિકાની જિલ્લા કોર્ટના જજ ડેબોરા એ બેટ્સ માટે ક્લાર્ક તરીકે કામ કરતાં હતાં.

શ્રીધરને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સમાં સાયન્સ ગ્રેજ્યુએશન કર્યું હતું. તે પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માંથી સ્નાતકની ઉપાધિ હાંસલ કરી હતી. બાદમાં 2008માં ઈકોનોમિક્સમનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ એમઆઈટીમાંથી આ વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હાંસલ કરી હતી. 2015માં શ્રીધરને ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ લૉમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2018માં ગ્રેજ્યુએશન કર્યું હતું.

કોણ છે મથુરા શ્રીધરન? જેમણે અમેરિકાના સોલિસિટર જનરલની જવાબદારી સંભાળતા જ વિવાદ, ચાંદલો લગાવવાના કારણે ટ્રોલિંગ 2 - image