અમેરિકામાં ભારતીય મહિલાની અટકાયત, સ્ટોરમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરીનો આરોપ
India Women Arrested For Theft In US Store: અમેરિકા પ્રવાસે ગયેલી ભારતીય મહિલાની ટાર્ગેટ સ્ટોરમાં ચોરીના આરોપસર અટકાયત કરવામાં આવી હતી. અમેરિકન પોલીસને આ મહિલા પર રિટેલ ચેઈનમાંથી અંદાજે 1300 ડોલરનો સામાન ચોરી કર્યો હોવાનો આરોપ સ્ટાફે મૂક્યો હતો. ઇલિનોઇસ સ્ટોરમાં સાત કલાકથી વધુ સમય વિતાવતાં સ્ટોરના સ્ટાફને મહિલાનું વર્તન સંદિગ્ધ લાગ્યું હતું. જેનો વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે. વીડિયો ફૂટેજમાં મહિલા સ્ટોરમાં કલાકો સુધી રહી હતી. બાદમાં તે ફૂલ કાર્ટ સાથે સ્ટોર છોડવાનો પ્રયાસ કરી રહી હતી.
ક્લિપમાં સ્ટાફે જણાવ્યું હતું કે, અમે જોયુ હતું કે, આ મહિલા છેલ્લા સાત કલાકથી સ્ટોરની આસપાસ ફરી રહી હતી. તે ઘડીકમાં પોતાનો ફોન ચેક કરતી હતી, ઘડીક સ્ટોરમાં આમ-તેમ આટા-ફેરા કરી રહી હતી. બાદમાં તેણે અચાનક ફૂલ કાર્ટ સાથે પેમેન્ટ કર્યા વિના જ વેસ્ટ ગેટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાએ પોલીસને સમાધાન કરવા કહ્યું
મહિલાની ધરપકડ થતાં જ તેણે ગુનો કબૂલ્યો હતો. મહિલાએ પોલીસ સાથે આ મામલો ઉકેલવા સમાધાનની વાત કરી હતી. તે પોતે ચોરી કરેલા સામાનનું બિલ ચૂકવવા તૈયાર થઈ હતી. તેણે પોલીસને કહ્યું કે, 'મેં જે કંઈ પણ કર્યું તેના બદલ હું દિલગીર છું. હું આ દેશની નથી. મારે અહીં રહેવાનું નથી. મને જવા દો.' મહિલાની આ આજીજીનો જવાબ આપતાં મહિલા પોલીસે કહ્યું કે, 'શું ભારતમાં તને આ પ્રકારની ચોરી કરવાની મંજૂરી છે. મને નથી લાગતું ત્યાં પરવાનગી હશે.'
આ પણ વાંચોઃ 'ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો...', પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા
અમેરિકામાં ગુનાહિત આરોપો સામનો
પોલીસે તેણે ચોરી કરેલા સામાનના બિલની સમીક્ષા કર્યા બાદ તેને હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વીડિયો મુજબ, તેના પર ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા હતાં. જો કે, હજી સુધી તેની ધરપકડ થઈ નથી. ટાર્ગેટ સ્ટોરે હજી સુધી આ ઘટના મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
શું હતી ઘટના
અમેરિકાના ટાર્ગેટ સ્ટોરમાં 1 મે, 2025ના રોજ એક મહિલાએ કલાકો સુધી અનેક સામાનની શોપિંગ કરી હતી. બાદમાં હજારો ડોલરના માલ-સામાન સાથે બિલ ચૂકવ્યા વિના જ સ્ટોરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્ટાફે તને ઝડપી લીધી અને પોલીસ બોલાવી હતી. આ ઘટનાનો સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતાં. જેના લીધે વિવાદ વધ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ વીડિયો સાથે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે વિઝા સ્ટેટસ, ચોરી, કાયદાકીય પડકારો વિશે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે. થોડા સમય પહેલાં જ ટેક્સાસમાં એક ભારતીય વિદ્યાર્થી પર ચોરીનો આરોપ મૂકાયો હતો. ઉલ્લેખનીય છે, અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ તરીકે દુકાનમાં ચોરીના આરોપમાં ઈમિગ્રેશન સ્ટેટ્સ, એચ-1બી રિન્યુઅલ્સ, ગ્રીન કાર્ડ અરજી પર ગંભીર અસર થઈ શકે છે. ઘણીવખત ડિપોર્ટેશનનો ભોગ પણ બનવુ પડે છે.