Get The App

એક જ મહિનામાં હજારો ભારતીયો કેનેડાથી ચાલતા અમેરિકામાં ઘૂસ્યા, જુઓ ચોંકાવનારો આંકડો

Updated: Sep 2nd, 2024

GS TEAM


Google News
Google News
illegal Immigration


Indians Enter Illegally From Canada To USA: ડોક્યુમેન્ટ્સ વિના કેનેડાથી અમેરિકા જનારા ભારતીયોની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી છે. જેના લીધે કેનેડાની વિઝા સ્ક્રિનિંગ પ્રોસેસ પણ પ્રભાવિત થઈ છે. વધુમાં યુકેમાં શરણ લેનારાની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

અહેવાલો પ્રમાણે, કેનેડા જતાં ભારતીયો યુકેમાં શરણ માંગી રહ્યા છે. યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી)ના આંકડાઓના આધારે તૈયાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જૂનમાં 5152 ભારતીયોએ ડોક્યુમેન્ટ્સ વિના પગપાળા કેનેડામાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી.

કેનેડામાંથી દર મહિને અમેરિકા જતાં ભારતીયોની સંખ્યા, કુખ્યાત મેક્સિકો રૂટ મારફત થતી ઘૂસણખોરી કરતાં પણ વધી છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા ભારતીયો હવે મેક્સિકોના બદલે કેનેડાના રૂટને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ ટ્રેન્ડ ડિસેમ્બર, 2023 બાદ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ ઈઝરાયલમાં રસ્તા પર ઉતર્યા 5 લાખ લોકો, યુદ્ધની વચ્ચે અર્થતંત્ર પણ ડામાડોળ: ઘરમાં જ ઘેરાયા નેતન્યાહૂ

કેનેડા અને અમેરિકા વચ્ચે 9 હજાર કિલોમીટર લાંબી સરહદ છે. જે દુનિયાની સૌથી લાંબી ઓપન બોર્ડર છે. જે 3400 કિલોમીટરની ભારત-ચીન સરહદથી લગભગ ત્રણ ગણી લાંબી છે.

યુએસ સીબીપીના આંકડા જણાવે છે કે, વર્ષ 2023માં દરમહિને સરેરાશ કેનેડા-અમેરિકા બોર્ડર પર અટકાયત થનાર ભારતીયોની સંખ્યા 2548 હતી. જે જાન્યુઆરી-જૂનમાં 47 ટકા વધી છે. આ મહિનામાં સંખ્યા 3733 હતી.

સુત્રો અનુસાર, યુકેના ‘એરપોર્ટ’ પર શરણ લેનાર ભારતીયોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, 2021માં શરણ લેનાર ભારતીયોની સંખ્યા 495 હતી, જે 2022માં 136 ટકા વધી 1170 થઈ છે. આ વર્ષની વાત કરીએ તો, જૂન સુધી 475 લોકોએ ‘એટ પોર્ટ’ હેઠળ શરણુ માંગ્યું છે. શરણ માગનારામાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જેમનું સ્ટોપ યુકેમાં હતું. 

એક જ મહિનામાં હજારો ભારતીયો કેનેડાથી ચાલતા અમેરિકામાં ઘૂસ્યા, જુઓ ચોંકાવનારો આંકડો 2 - image

Tags :